અમેરિકાના સોયાબીન પર આધાર ઘટાડવા ચીનનો નિર્ણય: હવે ઘરઆંગણે વાવેતર વધારશે !

મુંબઈ, તા. 18 મે, 2019, શુક્રવાર
મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે નવી માગ ધીમી રહી હતી. વેપારો છૂટાછવાયા હતા. વિશ્વ બજારના સમાચાર વધ્યા મથાળે સાવચેતી બતાવતા હતા. મલેશિયામાં પામતેલનો વાયદો નજીકની ડિલીવરીમાં ૧૨ તથા પાંચ પોઈન્ટ  માઈનસમાં હતો દૂરની ડિલીવરીમાં ભાવ ૮ પોઈન્ટ પ્લસમાં હતા. અમેરિકામાં શિકાગો સોયાતેલ વાયદો ઓવરનાઈટ ૪૬થી ૪૮ પ્લસમાં રહ્યો હતો. પ્રોજેકશનમાં ભાવ સાંજે ૧૫થી ૧૬ પોઈન્ટ માઈનસમાં  રહ્યા હતા. 

મુંબઈ હાજર બજારમાં સિંગતેલના ભાવ વધતા અટકી રૂ.૧૦૮૫ના મથાળે અથડાતા હતા. જ્યારે રાજકોટ બાજુ ભાવ રૂ.૧૦૭૫ થઈ રૂ.૧૦૫૦  તથા ૧૫ કિલોના ભાવપ રૂ.૧૭૧૦ થઈ રૂ.૧૬૮૦ બોલાયા હતા. મગફળીની આવકો આજે  સવારે ગોંડલ બાજુ ૬ હજાર ગુણી તથા રાજકોચ બાજુ  ૭ હજાર ગુણી નોંધાઈ હતી તથા મથકોએ મગફળીના હાજર ભાવ ૨૦ કિલોના જાતવાર રૂ.૯૦૦થી ૯૫૦ તથા ઉંચામાં  ૧૦૨૫થી ૧૦૫૦ હતા.


મુંબઈ બજારમાં સોયાતેલના ભાવ ડિગમના રૂ.૭૧૫ હતા. જ્યારે  રિફાઈન્ડના ભાવ રૂ.૭૪૦ વાળા ૭૪૫ હતા. ચીનથી મળતા સમાચાર મુજબ  અમેરિકા સાથે સંબંધો વણસતા હવે ચીને અમેરિકાના સોયાબીન પર આધાર ઘટાડવાનું નક્કી કર્યું છે અને તેના બદલે ચીનમાં ઘરઆંગણે સોયાબીનના  વાવેતરનો વિસ્તાર વધારી ઘરઆંગણે જ સોયાબીનનું  ઉત્પાદન વધારવા નિર્ણય કરાયાના સમાચાર હતા.

આ વર્ષે ત્યાં  આવીા વાવેતરનોે વિસ્તાર આશરે ૧૦ ટકા વધારવા નક્કી કરાયું છે.  સોયાબીનની આયાતમાં ઘટાડો  થયો છે  અને આવો બનાવ પાછલા ૭ વર્ષમાં ત્યાં પ્રથમ વાર નોંધાયો છે એવું  જાણકારોએ જણાવ્યું હતું. ચીનમાં ગયા વર્ષે સોયાબીનની આયાત આશરે ૮ ટકા ઘટી ૮૮૦થી ૮૮૧ લાખ ટન આસપાસ થઈ છે.


મુંબઈ બજારમાં આજે સનફલાવરના ભાવ રૂ.૭૨૦ વાળા રૂ.૭૧૨થી ૭૧૨  રહ્યા હતા.   મુંબઈ દિવેલ તથા હાજર એરંડાના ભાવ દીમી ગતિએ ઉંચકાયા હતા.  વિશ્વ બજારમાં  સનફલાવરના ભાવ ઉછળી કાચા તેલના સીઆઈએફ ધોરણે વિવિધ ડિલીવરીના ૭૫૦ ડોલરને આંબી ગયાના સમાચાર હતા.

મધ્ય પ્રદેશ બાજુ આજે બપોરે  સોયાબીનની  આવકો આશરે  ૩૦ હજાર ગુણી નોંધાઈ હતી તથા મથકોએ ભાવ રૂ.૩૭૫૦થી ૩૮૦૦ તથા પ્લાન્ટ ડિલીવરીના રૂ.૩૮૨૫થી ૩૮૭૫ હતા.  જ્યારે ત્યાં  સોયાતેલના ભાવ રૂ.૭૨૮થી ૭૩૩ તથા રિફા.ના રૂ.૭૬૦થી ૭૬૪ હતા.ઘરઆંગણે વાયદા બજારમાં સાંજે સી૫ીઓ જૂનના ભાવ ૫૨૮.૧૦ હતા.  સોયાતેલ જૂનના ભાવ ૭૩૯.૮૦ બોલાયા હતા. 

એરંડા વાયદા બજારમાં  સાંજે જૂનના ભાવ રૂ.૪૬ની નરમાઈ વચ્ચે  રૂ.૫૮૫૦ બોલાયા હતા.  મુંબઈ ખોેળ બજારમાં  સિંગખોળના ભાવ ટનના રૂ.૨૪૫૦૦ વાળા ૨૪૨૫૦ હતા. સોયાખોળના ભાવ રૂ.૩૩૬૦૦ વાળા રૂ.૩૩૩૯૦થી ૩૩૩૯૫ બોલાયા હતા. એરંડા  ખોળના ભાવ ટનના રૂ.૬૨૦૦ વાળા જોકે રૂ.૬૩૦૦ બોલાયા હતા. જ્યારે અન્ય ખોળો શાંત હતા.


અમેરિકામાં શિકાગો બજારમાં સાંજે પ્રોજેકશનમાં ભાવ સોયાતેલ વાયદાના તથા સોયાબીન વાયદાના માઈનસમાં  રહ્યાના સમાચાર હતા. ન્યુયોર્ક કોટન વાયદો  આજે સાંજે પ્રોજેકશનમાં નરમ રહ્યાના નિર્દેશો હતા.



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2W5diR3
via Latest Gujarati News

Post a Comment

0 Comments