૨૦૧૯ના પ્રથમ ત્રિમાસિકમાં મોબાઇલ શિપમેન્ટમાંમાં 25 ટકાનો ઘટાડો : ઇન્વેન્ટરીમાં થયેલો વધારો

નવી દિલ્હી, તા. 18 મે, 2019, શુક્રવાર
૨૦૧૯ના વર્ષના પ્રથમ ત્રિમાસિકના સમયગાળા દરમિયાન દેશમાં મોબાઇલ હેન્ડસેટનાશિપમેન્ટમાં ૨૫ ટકાનો ઘટાડો થયો છે. શિપમેન્ટમાં ૬૬ ટકા હિસ્સો ફોરજી ઇન્સ્ટ્રુમેન્ટનો હતો એમ એક રિપોર્ટમાં જણાવાયું હતું.


સૂચિત સમયગાળા દરમિયાનના શિપમેન્ટમાં ભારતીય બ્રાન્ડના હિસ્સામાં ૩૦ ટકાનો ઘટાડો નોંધાયો છે જે એક ગંભીર બાબત છે
જાન્યુ.થી માર્ચ- ૨૦૧૯ના મોબાઇલ હેન્ડસેટ માર્કેટ પર સાયબર મિડિયા રિસર્ચે રજૂ કરેલા રિપોર્ટ મુજબ ટોટલ શિપમેન્ટમાંથી ફીચર ફોનના શિપમેન્ટમાં ૪૯ ટકા ઘટાડો નોંધાયો હતો.

જ્યારે સ્માર્ટ ફોનના શિપમેન્ટમાં ૧૦ ટકાનો ઘટાડો થયો હતો. જો કે, આ રિપોર્ટમાં શિપમેન્ટના અંગેના આંકડા જાહેર કરાયા ન હતા.
ગત વર્ષના અંતિમ ત્રિમાસિક એટલે કે ઓક્ટોબરથી ડિસેમ્બર ૨૦૧૮ના સમયગાળા દરમિયાન મોબાઇલ શિપમેન્ટ ક્ષેત્રે સુસ્ત/ નિરસ વલણ જોવા મળ્યું હતું. જ્યારે ૨૦૧૮ના વર્ષમાં બીજા ત્રિમાસિકમાં શિપમેન્ટ ૧૩ ટકા ઘટયું હતું.


તહેવારો દરમિયાન ઓનલાઇન તેમજ ઓફલાઇન માર્કેટમાં મોટાપાયે ડિસ્કાઉન્ટ અપાતા હોવા છતાં મોબાઇલ હેન્ડસેટનું અપેક્ષા મુજબનું વેચાણ ન થતા ઇન્વેન્ટરીમાં પણ વધારો થવા પામ્યો છે. જેના કારણે ડીલર્સ તેમજ ઉત્પાદકો મુંઝવણમાં મૂકાઈ ગયા છે.
અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે સૂચિત સમયગાળા દરમિયાન શિપમેન્ટમાં ભારતીય બ્રાન્ડના હિસ્સામાં ૩૦ ટકાનો ઘટાડો નોંધાયો છે જે એક ગંભીર બાબત છે.



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2LRKgjW
via Latest Gujarati News

Post a Comment

0 Comments