નવી દિલ્હી, તા. 18 મે, 2019, શુક્રવાર
ડેટ રિઝોલ્યુશન એટલે કે સ્ટ્રેસ્ડ એસેટસના મુદ્દે બેંકોને દિશાસૂચન કરવામાં મદદ મળી રહે તે હેતુસર રિઝર્વ બેંકને વધુ સત્તા આપવા વિચારણા થઈ રહી છે.
સમગ્ર ગતિવિધિથી વાકેફ સૂત્રોના જણાવ્યા મુજબ સ્ટ્રેસ્ડ એસેટ્સ અન્વયેની કામગીરીમાં રિઝર્વ બેંકના નિયમન સંબંધી સુપરવિઝન જરૂરી છે.
આ કાર્ય બેન્કિંગ ક્ષેત્રના રેગ્યુલેટર દ્વારા થવું જોઈએ. આ બાબતને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેંકને વધુ સત્તા આપવા કવાયત હાથ ધરાઈ છે. આ ગતિવિધિને ધ્યાનમાંરાખીને બેન્કિંગ રેગ્યુલેટરની નજર હેઠળ વધુ મજબૂત માળખું તૈયાર કરવાની યોજના હાથ ધરાઈ છે.
બેન્કિંગ રેગ્યુલેશન એક્ટની કલમ હેઠળ ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડની જોગવાઈ હેઠળ ડિફોલ્ટ થયા પછી ધિરાણકારોની ઇન્સોલ્વન્સી રિઝોલ્યુશનની પ્રક્રિયા શરૂ કરવાનો નિર્દેશ આપવાની સત્તા સરકાર રિઝર્વ બેંકને આપી શકે છે.
નાણાં મંત્રાલયના મતે રિઝર્વ બેંકને વર્તમાન માળખામાં રહીને જ વધુ મજબૂત બનાવી શકાય તેના માટે કાયદામાં કોઈ ફેરફારની જરૂર નથી. છતાં મંત્રાલય આખરી નિર્ણય લેતા પહેલાં રિઝર્વ બેંક સ્ટ્રેસ્ડ એસેટ્સ અંગેની નવી માર્ગરેખાની રાહ જોશે.ઉંચા મૂલ્યની સ્ટ્રેસ્ડ એસેટ્સના કેસને બેન્કરપ્સી કોર્ટમાં લઈ જવા માટે સમયમર્યાદા ઇચ્છનીય છે. રિઝર્વ બેંક ટૂંક સમયમાં સ્ટ્રેસ્ડ એસેટ્સ રિઝોલ્યુશન માટે નવી માર્ગરેખા જારી કરશે એવો અંદાજ છે.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WhcSao
via Latest Gujarati News
0 Comments