બંગાળ અમને પૂર્ણ બહૂમતિથી આગળ 300થી વધારે સીટો પાર કરાવશે: મોદી


કોલકત્તા, તા. 15 મે 2019, બુધવાર

વડાપ્રધાન મોદી પ.બંગાળના બસીરહાટમાં જનસભાને સંબોધિત કરી. અહી તેમણે પોતાના સંબોધનની શરૂઆતમાં જણાવ્યું કે, હું ભાજપ અને પશ્ચિમ બંગાળના તે સાથીઓના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું જેમની છેલ્લા કેટલાંક દિવસોમાં TMCના ગુંડાઓએ હત્યા કરી, જે ઘાયલ છે તેઓ જલ્દી સ્વસ્થ થાય તેવી કામના કરુ છું, લોકશાહી માટેનું તમારુ બલિદાન વ્યર્થ નહી જાય.

પશ્ચિમ બંગાળમાં ગણતંત્રને ફરી સ્થાપિત કરવા માટે તમારો જુસ્સો અને ઇચ્છાશક્તિ સમગ્ર દેશ આદર સાથે જોઇ રહ્યો છે. દીદીના ગુંડા ગોળીઓ અને બોંબ લઇને વિનાશ પર ઉતર્યા છે પરંતુ લોકશાહી પ્રત્યેની શ્રદ્ધાને લઇને બંગાળના મારા ભાઇ-બહેનો અડગ છે. તમારો આ ઉત્સાહ અને જોશ મમતા દીદીની આ અત્યાચારી સત્તાને ઉખાડી દેશે.

વડાપ્રધાન મોદીએ પુછ્યું કે, શું લાગે છે તમને કે તમારી ગાળો અને ધમકીથી મોદી ડરી જશે? દીદી તમારો ભય અને બંગાળનું જનસમર્થન જોઇને હું તમને કહું છું કે હવે બંગાળ અમને પૂર્ણ બહૂમતથી આગળ 300થી વધારે સીટો પાર કરવીને જ રહેશે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, બંગામાં ભાજપના નેતાઓને રેલી નથી કરવા દેવામાં આવતી, મતદારોને મત નથી આપવા દેતા, ઉમેદવારો પર હુમલાઓ કરવામાં આવી રહ્યાં છે, ત્યાં સુધી કે નેતાજી સુભાષચંદ્ર બોઝના પ્રપોત્રને પણ તમારા ગુંડાઓએ નથી છોડ્યાં. મમતા દીદી પોતાના પડછાયાથી જ ડરે છે. 2019માં તેમનું પત્તુ સાફ થવા જઇ રહ્યું છે.


from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Yr4u5e
via Latest Gujarati News

Post a Comment

0 Comments