ચાલુ વર્ષે 6,50,000 ટન કઠોળની આયાત કરવા સરકારે મંજુરી આપી

મુંબઈ,તા. 5 એપ્રિલ, 2019, શુક્રવાર

નાણાકીય વર્ષ ર૦ર૦માં ૬,પ૦,૦૦૦ ટન કઠોળની આયાત કરવા માટે સરકારે મંજુરી આપી દીધી છેે. નોંધનીય છે કે, સરકારે પ્રોટિન રિચ કઠોળની વેરાઈટીની આયાત કરવા માટે મંજુરી આપી દીધી છે. 

ર૦૧પથી બે વર્ષ સુધી સતત દુકાળ જેવી સ્થિતિ હોવાને કારણે સરકારે ડયુટી ફ્રી કઠોળની આયાત કરવાની મંજુરી આપી દીધી છે. જો કે, ર૦૧૬-૧૭માં ૬૬ લાખ ટન કઠોળની આયાત કરવાથી સ્થાનિક ભાવ તળિયે પહોંચી ગયા હતાં. તે પછી આયાતને નિયંત્રણમાં રાખવા માટે સરકારે ર૦૧૮માં સરકારે ફિક્સ ઈમ્પોર્ટ ક્વોટાને અમલમાં મુક્યો હતો. 

ભારત અત્યારે વિશ્વમાં કઠોળનો સૌથી મોટો ઉત્પાદક હોવાની સાથે સૌથી મોટો ગ્રાહક પણ છે. કઠોળમાં મોટાભાગે પીળા વટાણા, લીલા ચણા અને ચણાની આયાત કરવામાં આવે છે. 

ચાલુ સીઝનમાં દાળ મિલોએ ચણાની સપ્લાય અગાઉના વર્ષની તુલનાએ ઓછી કરી છે. ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન ખાતે ચણાના ઉત્પાદનમાં ઘટાડો થવાને કારણે સપ્લાયમાં ઘટાડો થયો હોવાનું માનવામાં આવે છે.




from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2FQHjd4
via Latest Gujarati News

Post a Comment

0 Comments