(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, તા. 5 એપ્રિલ, 2019, શુક્રવાર
સપ્તાહના અંતિમ દિવસે આજે શેરોમાં ફંડોની ફરી ખરીદીના પરિણામે કરેકશન અટકીને ફરી તેજી આવી હતી. વૈશ્વિક મોરચે અમેરિકા અને ચાઈના વચ્ચે ટ્રેડ વાટાઘાટના પોઝિટીવ સંકેત વચ્ચે વૈશ્વિક બજારોમાં મજબૂતી સાથે ફંડોની ભારતીય શેર બજારોમાં પણ તેજી થઈ હતી. રૂપિયા સામે અમેરિકા ડોલર સતત મજબૂત બનતી જઈને ૬ પૈસા વધીને રૂ.૬૯.૨૨ થઈ જવા સાથે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ઘટાડા તરફી રહેતાં ફંડોએ આજે ઓઈલ-ગેસ, ઓટોમોબાઈલ શેરોમાં લેવાલી કર્યા સાથે બેંકિંગ, આઈટી-સોફટવેર સર્વિસિઝ, મેટલ-માઈનીંગ શેરોમાં તેજી કરી હતી.આર્થિક મોરચે ગઈકાલે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા રેપો રેટમાં ૦.૨૫ ટકાનો ઘટાડો કર્યા બાદ અફડાતફડીના અંતે બેંકિંગ શેરોમાં મિશ્ર ટ્રેન્ડ જોવાયા બાદ આજે ફરી બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડોનું વેલ્યુબાઈંગ થયું હતું. જ્યારે ડોલરની મજબૂતીએ આઈટી-સોફટવેર શેરોમાં ફંડો લેવાલ બનતાં અફડાતફડીના અંતે સેન્સેક્સ ૧૭૭.૫૧ પોઈન્ટ વધીને ૩૮૮૬૨.૨૩ અને નિફટી સ્પોટ ૬૭.૯૫ પોઈન્ટ વધીને ૧૧૬૬૫.૯૫ બંધ રહ્યા હતા.
સેન્સેક્સ ૩૯,૦૦૦ તરફ કૂચ : અફડાતફડીમાં ૩૮૭૦૧ થઈ વધીને ૩૮૯૫૮ સુધી જઈ અંતે ૧૭૭ પોઈન્ટ વધીને ૩૮૮૬૨
ટ્રેડીંગની શરૂઆત આજે મજબૂતીએ થઈ હતી. સેન્સેક્સ આગલા બંધ ૩૮૬૮૪.૭૨ સામે ૩૮૮૩૯.૫૨ મથાળે ખુલીને આરંભમાં ૩૮૭૦૧.૦૪ થઈ પાછો ફરીને મેટલ-માઈનીંગ શેરોમાં ટાટા સ્ટીલ, વેદાન્તા સહિતમાં ફંડોએ મોટી લેવાલી કરતાં અને આઈટી શેરોમાં ટીસીએસ, ઈન્ફોસીસ સાથે બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં બજાજ ફાઈનાન્સ, ઈન્ડસઈન્ડ બેંક, કોટક બેંક, એચડીએફસી બેંક, એચડીએફસી લિમિટેડ, આઈસીઆઈસીઆઈ બેંક તેમ જ અન્ય ફ્રન્ટલાઈન શેરોમાં ઓએનજીસી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, લાર્સન એન્ડ ટુબ્રો, આઈટીસી સહિતમાં આકર્ષણે એક તબક્કે ૨૭૩.૮૮ પોઈન્ટ વધીને ઉપરમાં ૩૮૯૫૮.૬૦ સુધી પહોંચી ગયો હતો. જે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, પાવર ગ્રીડ કોર્પ, હીરો મોટોકોર્પ, એનટીપીસી, સન ફાર્મા, હિન્દુસ્તાન યુનિલિવર, એચસીએલ ટેકનોલોજી, યશ બેંક, બજાજ ઓટો, ટાટા મોટર્સ, કોલ ઈન્ડિયા, મારૂતી સુઝુકી સહિતમાં પ્રોફિટ બુકિંગે અંતે ૧૭૭.૫૧ પોઈન્ટ વધીને ૩૮૮૬૨.૨૩ બંધ રહ્યો હતો.
નિફટી સ્પોટ ૧૧૬૦૦ની સપાટી અકબંધ : નીચામાં ૧૧૬૦૯ થઈ પાછો ફરીને અંતે ૬૮ પોઈન્ટ વધીને ૧૧૬૬૫
એનએસઈનો નિફટી સ્પોટ આગલા બંધ ૧૧૫૯૮ સામે ૧૧૬૩૮.૪૦ મથાળે ખુલીને આરંભમાં સાધારણ ઘટી આવી નીચામાં ૧૧૬૦૯.૫૦ સુધી આવ્યો હતો. અલબત ૧૧૬૦૦ની સપાટી અકબંધ રહીને મેટલ-માઈનીંગ શેરોમાં ટાટા સ્ટીલ, વેદાન્તા, હિન્દાલ્કો, જેએસડબલ્યુ સ્ટીલ સહિતમાં લેવાલીએ અને ઓઈલ-ગેસ શેરોમાં આઈઓસી, બીપીસીએલ સહિતમાં લેવાલીએ અને ફાઈનાન્સ-બેંકિંગ શેરોમાં બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ, ઈન્ડસઈન્ડ બેંક, એચડીએફસી બેંક, એચડીએફસી લિમિટેડ, કોટક બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ડિયાબુલ્સ હાઉસીંગ ફાઈનાન્સ સાથે અલ્ટ્રાટેક સિમેન્ટસ, આઈશર મોટર્સ, ગ્રાસીમ, અદાણી પોર્ટસ, યુપીએલ તેમ જ આઈટી શેરોમાં ટીસીએસ, ઈન્ફોસીસ, વિપ્રો, એચસસીએલ ટેકનોલોજી સહિતમાં લેવાલીએ એક તબક્કે વધીને ૧૧૬૮૯.૬૫ સુધી જઈ અંતે ૬૭.૯૫ પોઈન્ટ વધીને ૧૧૬૬૫.૯૫ બંધ રહ્યો હતો.
નિફટી ૧૧,૭૦૦નો કોલ ૪૬.૩૫ થી વધીને ૬૮.૯૫ : નિફટી ૧૧,૬૦૦નો પુટ ૬૦.૯૦ થી ઘટીને ૨૪.૮૦
ડેરિવેટીવ્ઝમાં નિફટી બેઝડ આજે ફંડોએ શોર્ટ કવરિંગ સાથે તેજી કરી હતી. નિફટી ૧૧,૭૦૦નો ૧૧,એપ્રિલ એક્સપાઈરીનો કોલ ૨,૪૫,૦૬૬ કોન્ટ્રેકટસમાં રૂ.૨૧,૫૯૯.૫૧ કરોડના કામકાજે ૪૬.૩૫ સામે ૫૪ મથાળે ખુલીને નીચામાં ૩૬.૪૦ થઈ વધીને ૭૧.૮૫ સુધી પહોંચી અંતે ૬૮.૯૫ રહ્યો હતો. નિફટી ૧૧,૬૦૦નો પુટ ૨,૪૬,૭૯૧ કોન્ટ્રેકટસમાં રૂ.૨૧,૫૪૮.૨૦ કરોડના કામકાજે ૬૦.૯૦ સામે ૫૬.૯૫ મથાળે ખુલીને ઉપરમાં ૫૭ થઈ ઘટીને ૨૪.૨૫ સુધી આવી અંતે ૨૪.૮૦ રહ્યો હતો. નિફટી ૧૧,૮૦૦નો કોલ ૧,૩૬,૬૦૪ કોન્ટ્રેકટસમાં રૂ.૧૨,૧૦૯.૬૭ કરોડના કામકાજે ૧૮.૬૫ સામે ૧૦ મથાળે ખુલીને વધીને ૨૭.૭૫ સુધી જઈ અંતે ૨૬.૪૫ રહ્યો હતો. નિફટી ૧૧,૫૦૦નો પુટ ૧,૦૬,૮૪૫ કોન્ટ્રેકટસમાં રૂ.૯૨૨૯.૬૨ કરોડના કામકાજે ૨૮.૪૦ સામે ૨૩.૮૫ મથાળે ખુલીને ઉપમાં ૨૫.૩૫ થઈ ઘટીને ૯ સુધી આવી અંતે ૯.૫૦ રહ્યો હતો.
એપ્રિલ નિફટી ફયુચર ૧૧,૬૭૯ થી વધીને ૧૧,૭૭૫ : બેંક નિફટી ફયુચર ૩૦,૨૦૫ થી વધીને ૩૦,૩૭૦
નિફટી એપ્રિલ ફયુચર ૯૬,૫૫૨ કોન્ટ્રેકટસમાં રૂ.૮૪૯૨.૦૭ કરોડના કામકાજે ૧૧,૬૭૯.૫૫ સામે ૧૧,૭૦૦ મથાળે ખુલીને નીચામાં ૧૧,૬૮૦.૦૫ થઈ વધીને ૧૧,૭૮૩.૧૫ સુધી જઈ અંતે ૧૧,૭૭૫ રહ્યો હતો. નિફટી મે ફયુચર ૧૧,૭૪૭.૧૦ સામે ૧૧,૭૫૮.૨૫ મથાળે ખુલીને નીચામાં ૧૧,૭૫૦.૮૦ થઈ વધીને ૧૧,૮૪૭.૮૦ સુધી જઈ અંતે ૧૧,૮૪૩ રહ્યો હતો. બેંક નિફટી એપ્રિલ ફયુચર ૧,૧૨,૪૩૯ કોન્ટ્રેકટસમાં રૂ.૬૭૯૫.૩૭ કરોડના કામકાજે ૩૦,૧૫૫ સામે ૩૦,૨૦૫.૨૫ મથાળે ખુલીને નીચામાં ૩૦,૦૫૫ થઈ વધીને ૩૦,૪૦૨ સુધી જઈ અંતે ૩૦,૩૭૦ રહ્યો હતો. નિફટી ૧૨,૦૦૦નો ૨૫,એપ્રિલ એકસપાઈરીનો કોલ ૩૩.૭૫ સામે ૪૦ મથાળે ખુલીને નીચામાં ૨૯.૭૫ થઈ વધીને ૪૮.૮૦ સુધી જઈ અંતે ૪૭.૧૦ રહ્યો હતો. નિફટી ૧૧,૯૦૦નો કોલ ૬ સામે ૭.૯૫ મથાળે ખુલીને નીચામાં ૩.૭૦ થઈ અંતે ૭.૧૦ રહ્યો હતો.
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં તેજી : ફેડરલ બેંક, ઈન્ડસઈન્ડ, કોટક બેંક, એચડીએફસી બેંક, બજાજ ફિનસર્વ, બજાજ ફાઈનાન્સ વધ્યા
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે ફંડોનું પસંદગીનું આકર્ષણ રહ્યું હતું. ફેડરલ બેંક રૂ.૩.૮૦ વધીને રૂ.૯૮.૯૦, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૨૪.૬૫ વધીને રૂ.૧૭૬૪.૪૫, કોટક બેંક રૂ.૧૦.૮૦ વધીને રૂ.૧૩૩૪.૮૫, એચડીએફસી બેંક રૂ.૧૭.૪૫ વધીને રૂ.૨૩૦૧.૭૫, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૨ વધીને રૂ.૩૯૦.૫૦, ડીએચએફએલ રૂ.૧૫.૧૫ વધીને રૂ.૧૬૩.૮૦, ધનલક્ષ્મી બેંક રૂ.૧.૭૦ વધીને રૂ.૧૮.૭૦, બિરલા મની રૂ.૪.૭૫ વધીને રૂ.૫૨.૩૫, રિલાયન્સ હોમ રૂ.૨ વધીને રૂ.૩૧.૬૦, લક્ષ્મી વિલાસ બેંક રૂ.૪.૪૦ વધીને રૂ.૯૨.૭૫, મોતીલાલ ઓસવાલ રૂ.૨૭.૯૫ વધીને રૂ.૬૩૮.૪૫, કર્ણાટક બેંક રૂ.૫.૨૫ વધીને રૂ.૧૩૬.૪૫, આરબીએલ બેંક રૂ.૨૧.૨૫ વધીને રૂ.૬૭૧, જે એન્ડ કે બેંક રૂ.૧.૮૦ વધીને રૂ.૫૮.૭૦, એલઆઈસી હાઉસીંગ ફાઈનાન્સ રૂ.૧૫.૪૦ વધીને રૂ.૫૪૯.૫૫, બજાજ ફાઈનાન્સ રૂ.૬૬.૮૫ વધીને રૂ.૩૧૦૮.૫૫, મન્નપુરમ રૂ.૨.૩૫ વધીને રૂ.૧૨૦.૮૦, ચૌલા ફિન રૂ.૩૧.૮૦ વધીને રૂ.૧૪૮૪.૯૦, મેગ્મા રૂ.૨.૨૫ વધીને રૂ.૧૨૨.૮૫, મુથુટ ફિન રૂ.૧૬.૬૫ વધીને રૂ.૯૨૦, એચડીએફસી લાઈફ રૂ.૭.૫૫ વધીને રૂ.૩૮૬, એલ એન્ડ ટી ફાઈનાન્સ હોલ્ડિંગ રૂ.૨.૫૦ વધીને રૂ.૧૫૨, જીઆઈસી હાઉસીંગ ફાઈનાન્સ રૂ.૩.૮૦ વધીને રૂ.૨૬૭.૭૦, બજાજ ફિનસર્વ રૂ.૯૨.૯૦ વધીને રૂ.૭૪૧૬.૨૫ રહ્યા હતા.
ડોલર ૬ પૈસા વધીને રૂ.૬૯.૨૨ : આઈટી શેરોમાં ફંડો લેવાલ : ટીસીએસ, ઈન્ફોસીસ, વિપ્રો, માઈન્ડટ્રી વધ્યા
રૂપિયા સામે અમેરિકી ડોલર આજે ૬ પૈસા વધીને રૂ.૬૯.૨૨ થઈ જવા સાથે આજે આઈટી-સોફટવેર સર્વિસિઝ શેરોમાં ફંડો, ખેલંદાઓનું વેલ્યુબાઈંગ થયું હતું. ટીસીએસ રૂ.૩૭.૧૫ વધીને રૂ.૨૦૫૧.૪૫, વિપ્રો રૂ.૩.૨૦ વધીને રૂ.૨૬૨.૧૫, ઈન્ફોસીસ રૂ.૮ વધીને રૂ.૭૫૬.૨૫, ટેક મહિન્દ્રા રૂ.૫.૦૫ વધીને રૂ.૭૭૯.૨૦, ઓરેકલ ફિનસર્વ રૂ.૧૫.૯૫ વધીને રૂ.૩૫૬૪.૩૦, એમ્ફેસીસ રૂ.૧.૦૫ વધીને રૂ.૯૭૫.૮૦, એનઆઈઆઈટી ટેકનોલોજી રૂ.૧૯.૬૦ વધીને રૂ.૧૩૪૯.૫૦ રહ્યા હતા.
ચાઈના-અમેરિકા ટ્રેડ વાટાઘાટના પોઝિટીવ સંકેતે મેટલ શેરોમાં તેજી : હિન્દાલ્કો, વેદાન્તા, ટાટા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ વધ્યા
ચાઈના અને અમેરિકા વચ્ચે ટ્રેડ વાટાઘાટના પોઝિટીવ સંકેતે ફંડોની આજે મેટલ-માઈનીંગ શેરોમાં વ્યાપક લેવાલી થઈ હતી. ટાટા સ્ટીલ રૂ.૧૭.૮૦ વધીને રૂ.૫૪૮.૩૫, જિન્દાલ સ્ટીલ રૂ.૫.૩૦ વધીને રૂ.૧૮૬.૮૫, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૬.૯૫ વધીને રૂ.૨૯૪.૮૫, વેદાન્તા રૂ.૪.૪૫ વધીને રૂ.૧૯૧.૬૦, નાલ્કો રૂ.૧.૨૦ વધીને રૂ.૫૬.૬૫, હિન્દાલ્કો રૂ.૪.૫૦ વધીને રૂ.૨૧૫, હિન્દુસ્તાન ઝિંક રૂ.૫.૫૦ વધીને રૂ.૨૮૮.૭૦, સેઈલ રૂ.૧.૦૫ વધીને રૂ.૫૯.૨૫ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૨૩૨.૯૪ પોઈન્ટ વધીને ૧૧૭૦૮.૯૩ બંધ રહ્યો હતો.
ક્રુડ ઓઈલ પાંચ મહિનાની ઊંચાઈએ છતાં ઓઈલ શેરોમાં આકર્ષણ : આઈઓસી, એચપીસીએલ, બીપીસીએલ વધ્યા
ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ઘટયામથાળેથી વધી આવીને બ્રેન્ટ ૬૯.૫૦ ડોલરની પાંચ મહિનાની ઊંચી સપાટીએ પહોંચી જવા છતાં આજે ઓઈલ-ગેસ શેરોમાં મજબૂતી જોવાઈ હતી. આઈઓસી રૂ.૩.૨૫ વધીને રૂ.૧૫૮.૧૫, એચપીસીએલ રૂ.૪.૨૫ વધીને રૂ.૨૬૩.૪૦, ઓએનજીસી રૂ.૧.૩૦ વધીને રૂ.૧૫૬.૪૫, ઓઈલ ઈન્ડિયા રૂ.૧ વધીને રૂ.૧૭૯.૭૦ રહ્યા હતા.
સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડોની લેવાલી : ૧૫૧૧ શેરો પોઝિટીવ બંધ : ૧૮૦ શેરોમાં મંદીની સર્કિટ
સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં આજે ફંડોનું પસંદગીનું આકર્ષણ રહેતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૭૩૮ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૫૧૧ અને ઘટનારની સંખ્યા ૧૦૭૨રહી હતી. ૧૮૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૭૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
FII/FPIની રૂ.૭૯૮ કરોડની ચોખ્ખી ખરીદી : DIIની કેશમાં રૂ.૩૨૫ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી
ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે-શુક્રવારે કેશમાં રૂ.૩૨૫.૫૮ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૩૧૩૧.૨૧ કરોડની ખરીદી સામે કુલ રૂ.૩૪૫૬.૭૯ કરોડની વેચવાલી થઈ હતી. એફઆઈઆઈ-વિદેશી સંસ્થાકીય રોકાણકારો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈની આજે-શુક્રવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૭૯૭.૯૦ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૪૨૭૯.૩૨ કરોડની ખરીદી સામે કુલ રૂ.૩૪૮૧.૪૨ કરોડની વેચવાલી થઈ હતી. એફઆઈઆઈની આજે ફયુચર્સમાં ઈન્ડેક્સ ફયુચર્સમાં રૂ.૬૩૨.૧૫ કરોડની ચોખ્ખી ખરીદી અને સ્ટોક ફયુચર્સમાં રૂ.૫૧૧.૩૭ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Un676v
via Latest Gujarati News
0 Comments