મહારાષ્ટ્રમાં 36 હજાર ઔદ્યોગિક એકમો ચાલુ થઇ ગયા : 10 લાખ કામદારો કામે ચડયા



મુંબઇ,તા.15 મે, 2020, શુક્રવાર

કોરોના મહામારીના મુકાબલા માટે લાગુ કરવામાં આવેલા લોકડાઉનના આ ત્રીજા તબક્કા દરમિયાન સરકાર તરફથી આપવામાં આવેલી  થોડી છૂટછાટને પગલે મહારાષ્ટ્રમાં ૩૬  હજાર ઔદ્યોગિક એકમાં શરૃ થઇ ગયા છે અને લગભગ ૧૦ લાખ કામદારો પાછા કામે ચડી ગયા છે.

મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રીઅલ ડેવલપમેન્ટ કોર્પોરેશન તરફથી બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ સરકાર તરફથી પ્રતિબંધો હળવા કરવામાં આવતા  રાજ્યમાં ૩૬,૩૮૩ કારખાના અને ઔદ્યોગિક એકમો ચાલુ થઇ ગયા છે. બીજા ૬૪, ૪૮૭ ઇન્ટસ્ટ્રીઅલ યુનિટોએ તેમના એકમો વહેલી તકે ચાલુ કરવાની ઇચ્છા દર્શાવી છે.

મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રીઅલ ડેવલવમેન્ટ કોર્પોરેશનના સી. ઇ. ઓ. પી. અનબલગને આ માહિતી આપતા કહ્યું હતું કે દસ લાખ કામદારો કામે ચડી ગયા છે. હજી વધુ અઢી લાખ કામદારો ફરજ પર હાજર થાય એ માટે પ્રયાસ ચાલુ છે.

પુણે પાસે પિંપરી - ચિંચવડ વિસ્તાર રેડ ઝોનમાં હોવા છતા ચીફ સેક્રેટરીએ ફેકટરીઓ શરૃ કરવાની પરવાનગી આપતો  આદેશ બહાર પાડયો છે. જોકે  સ્થાનિક સ્તરે આ બાબતે અસમંજસભરી સ્થિતિ  પ્રવર્તે  છે.

હજારોની સંખ્યામાં પરપ્રાંતીય શ્રમિકો ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ ચાલ્યા ગયા છે. આ સ્થિતિમાં દામદારોની અછત વર્તાશે. આ વિશે મહારાષ્ટ્રમાં ઉદ્યોગ પ્રધાન સુભાષ દેસાઇએ મહારાષ્ટ્રના સ્થાનિક લોકોને આ તક ઝડપીને કામે લાગી જવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે મહારાષ્ટ્રીયનો માટે આ સારો મોકો છે. સ્થાનિકો જ કામે લાગી જશે તો ભવિષ્યમાં પરપ્રાંતીય શ્રમિકોની જરૃર નહી પડે.




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/362m98o
via Latest Gujarati News

Post a Comment

0 Comments