નવી દિલ્હી, તા. 26 જાન્યુઆરી 2020, રવિવાર
71મા ગણતંત્ર દિવસે PM નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સમર સ્મારક પર શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી ત્યારબાદ તેમણે ગણતંત્ર દિવસની પરેડ નિહાળી હતી. આવા પ્રસંગોએ પીએમ મોદી હંમેશા ટ્રેડિશનલ લુકમા જોવા મળે છે.
પીએમ મોદીએ સફેદ રંગનો કુર્તો અને ચુડીદાર પાયજામો પહેર્યો હતો. જેના પર તેમણે બ્લુ કલરનું સ્લીવલેસ જેકેટ પહેર્યુ હતુ.
પીએમ મોદીએ હંમેશાની જેમ આ વખતે પણ પોતાના આઉટફિટને બ્લેક શુઝ સાથે ટીમઅપ કર્યુ હતુ. મોદી દરેક આઉટફિટ પર બ્લેક શુઝ પહેરવા જ પસંદ કરે છે.
પીએમ મોદીના આ લુકને કેસરિયા રંગની પાઘડીએ પૂર્ણ રૂપ આપ્યુ હતુ. પાઘડી પર લાલ અને પીળા રંગની કેટલીક હળવી ડિઝાઇન હતી. મોદીએ આ વખતે પાઘડી માટે બાંધણીના કપડાનો ઉપયોગ કર્યો હતો.
રાજસ્થાન અને ગુજરાતમા બાંધણીના કાપડની પાઘડી ખૂબ પ્રચલિત છે. કોટનથી હળતા-મળતા બાંધણીના કપડામા હાથથી ડિઝાઈન બનાવવામા આવે છે.
વર્ષ 2014મા સ્વતંત્રતા દિવસે પીએમ મોદીએ જોધપુરી બાંધણીના કપડાની પાઘડી માથા પર પહેરી હતી. એ પાઘડીમા લાલ અને લીલા રંગનુ સુંદર કોમ્બિનેશન જોવા મળ્યુ હતુ.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2U3UvnP
via Latest Gujarati News
0 Comments