
નવી દિલ્હી, તા. 26 જાન્યુઆરી 2020, રવિવાર
ટીમ ઈન્ડિયાએ ન્યૂઝિલેન્ડને ઑકલેન્ડના ઈડન પાર્ક મેદાનમાં રમાયેલી ટી20 મેચમાં 7 વિકેટથી હરાવીને જીત સાથે પ્રજાસત્તાક દિવસની ભેટ આપી છે. આ સાથે જ ભારતને પાંચ મેચોની ટી20 સીરીઝમાં 2-0થી લીડ મેળવી લીધી છે. સીરીઝની ત્રીજી મેચ બુધવારે 29 જાન્યુઆરી હેમિલ્ટનમાં રમાશે.
આ બીજી ટી20 મેચમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમ 20 ઓવરમાં 5 વીકેટ ગુમાવીને 132 રન બનાવ્યા અને ભારતને 133 રનનો ટાર્ગેટ આપ્યો. ભારતીય ટીમે ટાર્ગેટનો પીછો કરતા 17.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધો.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2uDmvDN
via Latest Gujarati News
0 Comments