
નવી દિલ્હી, તા. 26 જાન્યુઆરી 2020, રવિવાર
વિદેશમંત્રી એસ. જયશંકરે કહ્યું કે, પેઈચિંગ સ્થિત ભારતીય દુતાવાસ ચીનમાં ફેલાયેલા ઘાતક કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને ભારતીયોના સ્વાસ્થ્ય અને તેમની સ્થિતી પર નજર રાખેલી છે. ભારતીય એમ્બેસીએ બ હેલ્પલાઈન શરૂ કરી છે. જે લોકોને દરેક પ્રકારની મદદ કરવા તૈયાર છે. ચીનમાં અત્યાર સુધીમાં તેનાથી 56 લોકોના મોત થયાં છે અને લગભગ 1,975 કેસ સામે આવ્યા છે.
કોરોના વાયરસના સામાન્ય પ્રભાવોના લીધે શર્દી-જુકામ થાય છે પરંતુ સીવિયર એક્યૂટ રેસ્પિરેટરી સિંડ્રોમ(સાર્સ)સાથે તેનો સંબંધ ખતરનાક છે, કારણ કે તેનાથી 2002-03માં ચીન અને હોંગકોંગમાં લગભગ 650 લોકોના મોત થયાં હતા, જયશંકરે ટ્વીટ કર્યું, પેઈચિંગ સ્થિત આપણાં દુતાવાસ ભારતીયોના સ્વાસ્થ્ય અને કુશળક્ષેમ માટે નજર રાખેલી છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aOs8Qv
via Latest Gujarati News
0 Comments