ભારતમાં ક્યારેય મુસલમાનોને તકલીફ પડી નથી, CAA પર ભટકાવી રહ્યા છે લોકો: ભૈયાજી જોશી

નવી દિલ્હી, તા. 26 જાન્યુઆરી 2020 રવિવાર

RSSના મહાસચિવ ભૈયાજી જોશીએ ગણતંત્ર દિવસના આયોજીત કાર્યક્રમમાં કહ્યુ કે ભારતમાં મુસલમાનોને ક્યારેય તકલીફ પડી નથી. દેશમાં CAA વિરૂદ્ધ ખોટી જાણકારીઓનો પ્રસાર કરવામાં આવી રહ્યો છે.

જોશીએ સીએએ લઈને પૂછેલા એક પ્રશ્નના જવાબમાં કહ્યુ અત્યાર સુધી ઈસ્લામના અનુયાયીઓને આ દેશમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડ્યો નથી.

કોઈ પણ નાગરિક ત્યાંથી આવે છે તે મુસ્લિમ જ કેમ ના હોય, તે પણ પહેલાથી બનેલા કાયદાના હિસાબથી નાગરિકતા પ્રાપ્ત કરી શકે છે. આમાં સમસ્યા શુ છે?

ગંભીરતાથી વિચાર કર્યા વગર જ માહિતીનો પ્રસાર કરવામાં આવી રહ્યો છે. જો સીએએ પાછળની સાચી ભાવનાને સમજવામાં આવે તો આને કોઈના વિરોધનો સામનો કરવો પડે નહીં. 

સરકારે વારંવાર આ મુદ્દા પર સ્પષ્ટીકરણ આપ્યુ છે પરંતુ જુદા-જુદા સમૂહ હજુ પણ આના વિરૂદ્ધ માહોલ તૈયાર કરી રહ્યા છે. સંસદે આ કાયદાને પસાર કર્યો છે અને સૌએ આને સ્વીકાર્ય કરવો જોઈએ.




from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2GuAEpv
via Latest Gujarati News

Post a Comment

0 Comments