
મુંબઇ તા.15 એપ્રિલ 2019 સોમવાર
મોખરાની ગણાતી અભિનેત્રી આલિયા ભટ્ટ અને હોનહાર અભિનેતા આદિત્ય રોય કપૂરને આજકાલ ટમેટાં, બટેટા અને બ્રેડ કયા ભાવે મળે છે એની જાણકારી નથી, બોલો
રવિવારે કોમેડી વીથ કપિલ શર્માના એપિસોડમાં કરણ જોહરની કલંક ફિલ્મના કલાકારો હાજર થયા હતા. મસ્તી મજાક અને કલંકના ગીત પર ડાન્સ કર્યા બાદ કપિલે હાજર રહેલા ચારે ચાર કલાકારોને હળવી ભાષામાં પૂછ્યું હતું કે બજારમાં ટમેટાં, બટેટા, ઘઉંનો લોટ અને બ્રેડ કયા ભાવે મળે છે એ જાણો છો ? ત્યારે ચારમાંના કોઇ કલાકારને આ ભાવની જાણ નહોતી. કલંકના ચાર કલાકાર વરુણ ધવન, આલિયા ભટ્ટ, આદિત્ય રોય કપૂર અને સોનાક્ષી સિંહા આ શોમાં હાજર હતાં. ચારમાંના કોઇને વર્તમાન પરિસ્થિતિ વિશે કશી જાણકારી નહોતી. આ કલાકારો માત્ર પરદા પર બધું જાણતાં હોવાનો ભ્રમ સર્જે છે. વાસ્તવિક જીવનથી આ લોકો કેટલા બધા દૂર છે એનો પુરાવો કપિલ શર્માના શોમાં મળ્યો હતો.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Ikt4Ru
via Latest Gujarati News
0 Comments