Fiber નેટવર્ક વધારવા Jio બેંકો પાસેથી લઇ રહીં છે 27 હજાર કરોડની લોન

મુંબઇ, તા. 15 એપ્રિલ 2019, સોમવાર

મુકેશ અંબાણીની Jio મોબાઇલ ક્ષેત્રે ક્રાંતિ લાવ્યા બાદ હવે ફાઇબર ક્ષેત્રે ક્રાંતિ લાવવાની તૈયારી કરી રહીં છે. રિલાયન્સ Jio ફાઇબર પોતાના નેટવર્કને મજબૂત બનાવવા માટે અને વ્યાપ વધારવા માટે બેંકો પાસેથી 27 હજાર કરોડ રૂપિયાની લોન લઇ રહીં છે.

રિલાયન્સ Jioપાસે માર્ચ 2019 સુધી 30 કરોડ સબ્સક્રાઇબર થઇ ચૂક્યાં છે. Jio 27 હજાર કરોડ રૂપિયાની લોન જે બેંકો પાસેથી લેવાની છે તેમાં આઇસીઆઇસીઆઇ, એક્સિસ, એસબીઆઇ અને પીએનબી સામેલ છે.

રિલાયન્સ Jioએ પોતાના બિઝનેસને બે ભાગમાં વહેંચી દીધો છે. Jio ડિઝિટલ ફાઇબર અને રિલાયન્સ Jio ઇન્ફ્રાટેલ આ બે કંપની છે. આ લોન 2 વર્ષમાં પાકી જશે અને તેના ઉપર 8.35 થી લઇને 8.85 ટકા સુધી વ્યાજ લેવામાં આવશે.

રિલાયન્સ Jioને SBI લગભગ 10 થી 11 હજાર કરોડ રૂપિયાની લોન આપી રહીં છે. જ્યારે ICICI બેંક અને PNB બંને 5-5 હજાર કરોડની લોન આપી રહીં છે. તો Axis બેંક 6 હજાર કરોડની લોન આપી રહીં છે.

જોકે, આ અહેવાલ પર રિલાયન્સ ગ્રુપ કે બેન્કોએ કોઇ પણ જાતની પ્રતિક્રિયા આપી નથી. 1 મહિના પહેલા જ એનસીએલીટીએ Jio ફાઇબરને 2 યુનિટમાં વહેંચવાની મંજૂરી આપી દીધી હતી.

મુકેશ અંબાણીની કંપની Jioમાં આટલી મોટી રકમ આવી જવાથી વ્યાપરને વેગ મળશે. આ ઉપરાંત ફાઇબર નેટવર્ક ક્ષેત્રમાં કામ કરી રહેલી અન્ય કંપનીને જોરદાર ટક્કર આપશે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની 41મી વાર્ષિક સામાન્ય સભા (AGM)માં ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ દેશભરમાં કનેક્ટીવિટી વધારવાના હેતુથી હાઇ સ્પિડ Jio ગિગા ફાયબર બ્રોડબેન્ડ સવસ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. 

દેશમાં ટેલિકોમ ક્રાંતિ આણનારા રિલાયન્સ Jioની વાત કરતા મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, હવે અમે Jioની ક્ષમતાઓ વધુ વિસ્તારી છે. અમે તેને આગળના સ્તરે લઈ જવા માંગીએ છીએ. અમે ગિગા ફાયબર હાઇસ્પિડ બ્રોડબેન્ડ કનેક્ટિવિટી ઘરે ઘર, તમામ વેપારીઓ અને નાનકડા ઔદ્યોગિક સાહસોથી મોટા કોર્પોરેટ્સ સુધી લઈ જવા માંગીએ છીએ.

Jio ગીગા સેટ ટોપ બોક્સ વિશે અંબાણીએ કહ્યું હતું કે, હવે Mbpsના દિવસો ગયા, અમારી પાસે Gbps છે. અમારી પાસે બીજું ફિચર સેટ ટોપ બોક્સનું છે, જેમાં કૉલિંગની પણ સુવિધા છે. આ ફિચરની મદદથી Jio ટીવી યુઝર્સ બીજા યુઝરને વીડિયો કૉલિંગ પણ કરી શકે છે. આ ફિચરથી હેલ્થ કન્સલ્ટન્સીમાં ક્રાંતિ આવશે. Jioના એન્જિનિયરો આ ફિચરને ફક્ત એક કલાકમાં તમારા ઘરમાં સેટ અપ કરી દેશે. Jio ગીગા ટોપ બોક્સ ઘરમાં 4K રિઝોલ્યુશન થિયેટર જેવું છે.

ઉલ્લેખનીય છે કે ટેલિકોમ ક્ષેત્રે રિલાયન્સ Jioની એન્ટ્રી બાદ 4G નેટવર્કમાં દેશભરમાં ઈન્ટરનેટની ક્રાંતિ લાવી દીધી છે. રિલાયન્સ Jioના પ્રવેશ બાદ ટેલિકોમ ઈન્ડસ્ટ્રીમાં પ્રાઈસ વોરના કારણે અન્ય કંપનીઓ એ પણ પોતાના પ્લાનમાં ધરખમ ઘટાડો કર્યો છે. હાલના સમયમાં દરેક ઘરમાં તમને એકાદ Jio યુઝર જોવા મળી જશે.



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ZdBPlF
via Latest Gujarati News

Post a Comment

0 Comments