હિંમતનગર, તા. 17 એપ્રિલ 2019, બુધવાર
લોકસભા 2019 ચૂંટણીને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિંમતનગરમાં એક જાહેરસભાને સંબોધન કર્યું હતું. પોતાના સંબોધનની શરુઆત વડાપ્રધાને ગુજરાતી ભાષામાં કરી હતી અને આખુ ભાષણ ગુજરાતીમાં જ આપ્યું. સંબોધનની શરુઆતમાં વડાપ્રધાને વાવાઝોડામાં જે લોકોએ જીવ ગુમાવ્યા તે લોકોના પરિવાર પ્રત્યે સંવેદના પ્રગટ કરી હતી.
ગુજરાતમાં આ વખતે સતત બે દિવસ લોકસભા પ્રચારમાં નરેન્દ્ર મોદી આવ્યા છે. અહીં મોદીએ લોકો પાસે ફિર એક બાર મોદી સરકારના નારા લગાડ્યા હતા. ત્યારબાદ સર્જિકલ સ્ટ્રાઈકનો ઉલ્લેખ કર્યો હતો.
મોદીએ સર્જિકલ સ્ટ્રાઈકનો ઉલ્લેખ કર્યો હતો. બાદમાં કોંગ્રેસની સરકાર બનશે તો ગુજરાતને ખેદાનમેદાન કરી દેશે તેવો ઉલ્લેખ કરતાં વડાપ્રધાન સરદાર પટેલ, મણીબેન પટેલ અને મોરારજી દેસાઈના ઉદાહરણો ટાંક્યા હતા.
વડાપ્રધાને કહ્યું કે આ ચૂંટણી તમારા બાળકોના ભવિષ્ય માટેની છે. તમે જ મને કહો કે નજીકના ભવિષ્યમાં એવા કોઈ વડાપ્રધાન દેખાય છે કે જે સાબરકાંઠા, હિંમતનગર, મોડાસા કે પંચમહાલની ગલીઓ જાણતો હોય?. હું અહીંયા 100 માણસોને નામથી બોલાવું તેટલો પરિચિત છું. હું જતો હોય અને તમે મને કહી શકો કે, નરેન્દ્ર મોદી ઉભા રહો કામ છે. સીધી જ વાત છે કે બીજો કોઈ વડાપ્રધાન હોય તો મેળ જ ન પડે. આપણે આ વખતે દિલ્હીમાં ફરીએકવાર મોદી સરકાર લાવવાની છે.
કુદરતી આપદા પર વિપક્ષોકાવાદાવા ન કરે
કુદરતી આપદાને લઈને તેમણે કહ્યું કે, ગુજરાતના ઉજ્જવળ ભવિષ્યની લડાઈ છે. જ્યાં જ્યા પ્રાકૃતિક આપદા આવી છે, ગુજરાત અને ભારત સરકાર તેમનુ ધ્યાન રાખે છે. મૃતકોના પરિવાર માટે મારી સંવેદના છે. તેમજ ખેડૂતોના નુકશાનનું પણ ધ્યાન રાખશે. સરકારી અધિકારીઓની તેની સૂચના અપાઈ દેવાઈ છે. મારી વિપક્ષોને વિનંતી છે કે, આવા સમયે કાવાદાવા ન કરે.
પહેલાના પ્રધાનમંત્રીને સાબરકાંઠા આવવાનો સમય નહોતો
પહેલાના પ્રધાનમંત્રીને સાબરકાંઠા આવવાનો સમય નહોતો પરંતુ તમારો આ પ્રધાનમંત્રી ઇઝરાયેલના પ્રધાનમંત્રી ને પણ અહીં લઇ આવ્યો છે. ઇઝરાયેલની ટેક્નોલોજીનો લાભ આજે સાબરકાંઠાને મળી રહ્યો છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2XnasUp
via Latest Gujarati News
0 Comments