
નવી દિલ્હી, તા.26 એપ્રિલ, 2019, શુક્રવાર
વારાણસીમાંથી કોંગ્રેસે ફરી એકવાર તેના જુના ઉમેદવારને જ ફરીથી મેદાન ઉતાર્યાના બીજા દિવસે કોંગ્રેસના વરિષ્ઠ નેતા સામ પિત્રોડાએ કહ્યું હતું કે વારાણસીમાંથી ચૂંટણી નહીં લડવાનો નિર્ણય પ્રિયંકા ગાંધીનો પોતાનો હતો.
'વારાણસીમાંથી ચૂંટણી નહીં લડવાનો નિર્ણય તેમનો પોતાનો હતો.તેમની પર હાલમાં અનેક જવાબદારીઓ હોવાથી માત્ર એક બેઠક પર જ મર્યાદિત કરી દેવા સારૃં નથી.તેમણે જ વિચાર કર્યો હતો કે આખા રાજ્યની બેઠકો પર ધ્યાન આપવું જોઇએ. એમ આ નિર્ણય તેમનો હતો'એમ પિત્રોડાએ કહ્યું હતું.
દેશના રાજકીય વર્તુળોમાં સપ્તાહો સુધી વારાણસીમાંથી કોંગ્રેસ કોને મેદાનમાં ઉતારશે તે અંગે અટકળો ચાલતી હતી જેનો ગઇ કાલે અંત આવ્યો હતો. કોંગ્રેસના કાર્યકરોએ પ્રિયંકા ગાંધીને વારાણસીમાંથી મોદી સામે ચૂંટણી લડવા વિનંતી કરી હતી.પરંતુ તેમણે ચૂંટણી લડવાનો નિર્ણય પોતાના ભાઇ અને કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી પર છોડયો હતો.'
ટુંક સમયમાં તમને ખબર પડી જશે કે કોણ ચૂંટણી લડશે. મને તો પક્ષ જે કામગીરી સોંપશે તે કરીશ'એમ પ્રિયંકાએ કહેલું. ગુરૃવારે કોંગ્રેસે વારાણસીમાંથી અજય રાજને મેદાનમાં ઉતારવા નિર્ણય કર્યાના બીજા દિવસે વડા પ્રધાન મોદીએ આજે ઉમેદવારી પત્ર ભર્યો હતો.૨૦૧૪ની ચૂંટણીમાં અજય રાજ માત્ર સાત ટકા મત સાથે ત્રીજા ક્રમે રહ્યા હતા અને બીજા ક્રમે અરવિંદ કેજરીવાલ રહ્યા હતા.
પિત્રોડાએ અગાઉ બાલાકોટ પર ભારતીય સેનાએ કરેલા હુમલા અંગે શંકા વ્યક્ત કરી હતી અને આંતરરાષટ્રીય માધ્યમોમાં જે વિરોધાભાસી સમાચારો આવતા હતા તે અંગે વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2W7cRm1
via Latest Gujarati News
0 Comments