
(પીટીઆઇ) નવી દિલ્હી, તા.9 એપ્રિલ, મંગળવાર, 2019
સાસરિયા ગૃહથી કાઢી મૂકાયા અથવા તો છોડયા પછી પણ આશ્રય ગૃહમાં રહીને મહિલાઓ અત્યાચાર સબંધીત ગુનાઓ માટે અપરાધિક બાબતો સહિતના કેસ કરી શકે છે, એમ સુપ્રીમ કોર્ટે આજે કહ્યું હતું.
રૃપાલી દેવી દ્વારા પિયરમાં રહીને દહેજ સબંધીત અત્યાચર બદલ કરવામાં આવતી હેરાનગતિ સામેની અરજીને અલ્લાહાબાદ હાઇકોર્ટે ફગાવી દેતાં સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજી પર આ ચૂકાદો આપવામાં આવ્યો હતો.
હાઇકોર્ટના ઓર્ડરમાં કહેવામાં આવ્યું હતું કે આઇપીસીની કલમ ૪૯૮-એ હેઠળ સજા પાત્ર અત્યાચાર એ સતત કરાતો અપરાધ નથી અને એટલા માટે જ ફરિયાદીનું સાસરિયું જ્યાં આવ્યું છે તેની બહારના ન્યાયક્ષેત્રમાં તેની તપાસ કે સજા કરી શકાય નહીં.
ચીફ જસ્ટિસ રંજન ગોગોઇના નેતૃત્વ હેઠળની બેંચે કહ્યું હતું કે આઇપીસીની કલમ ૪૯૮-એ હેઠળ અત્યાચારનો અર્થ સમજતી વખતે પતિ, તેના માતા-પિતા કે સાસરિયાથી કાઢી મૂક્યાની યાતના અને માનસિક ત્રાસની આરોગ્ય પર થતી અસરને પણ જોવી જોઇએ.
'એટલા માટે અમે માનીએ છીએ કે ત્રાસ અને અત્યાચારના કારણે સાસરિયામાંથી કાઢી મૂકાયા કે છોડયા પછી પત્નીએ જ્યાં આશ્રય લીધો હોય તેનો આધાર ખરી સ્થિતિ પર રહેશે. ઉપરાંત આઇપીસીની કલમ ૪૯૮-એ હેઠળ ગુનાની ફરીયાદ દાખલ કરી શકાય છે, એમ જસ્ટિસ એલ.નાગેશ્વર રાવ સહિતની બેંચે કહ્યું હતું.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2D8UvcS
via Latest Gujarati News
0 Comments