નવી દિલ્હી, તા. 13. એપ્રિલ 2019 શનિવાર
100 વર્ષ પહેલા આજના જ દિવસે ભારત પર હકુમત કરી રહેલી અંગ્રેજ સરકારનો રાક્ષસી ચહેરો જલિયાવાલાં બાગ હત્યાકાંડ સ્વરુપે દુનિયા સમક્ષ આવ્યો હતો.
બ્રિટનના પૂર્વ પીએમ ચર્ચિલે પણ આ કૃત્યને રાક્ષસી ગણાવ્યુ હતુ.જોકે 100 વર્ષ પછી પણ બ્રિટિશ સરકાર આ જઘન્ય કૃત્ય માટે સત્તાવાર રીતે માફી માંગવા આનાકાની કરી રહી છે.
પહેલા એવા અહેવાલ આવ્યા હતા કે, બ્રિટિશ સરકાર આજના દિવસે માફીની જાહેરાત કરી શકે છે પણ એવુ થયુ નથી.જાણકારોનુ માનવુ છે કે, બ્રિટનની સરકારને ડર છે કે જો આ હત્યાકાંડ માટે માફી માંગી તો બીજા દેશમાં પણ કરેલા આવા કરતૂતો બદલ માફી માંગવાનો વારો આવશે.
ઉલ્લેખનીય છે કે સાઉથ આફ્રિકામાં પોતાના શાસન દરમિયાન 20મી સદીમાં બોએર કેમ્પમાં દુકાળ અને બિમારીના કારણે 28000 લોકોના મોત નિપજ્યા હતા.જેમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો હતા.
કેન્યામાં પણ માઉ માઉ વિદ્રોહ વખતે સેંકડો લોકોના મોત થયા હતા અને તે બદલ બ્રિટિશ સરકારે 2 કરોડ પાઉન્ડ વળતર ચુકવ્યુ હતુ પણ માફી નહોતી માંગી.
ઉપરાંત ભારતમાં બંગાળમાં પડેલા દુકાળ દરમિયાન અંગ્રેજ સૈનિકો માટે ભારતના અનાજ ભંડારને નષ્ટ કરીને બ્રિટિશરોએ 40 લાખ ભારતીયોને ભૂખે મરવા છોડી દીધા હતા.
જે સમયે જલિયાવાલાં બાગના હત્યાકાંડ બાદ બ્રિટને મરનારાના પરિવારજનો અને ઘાયલોને 19.42 લાખ રુપિયાની સહાય આપવાની જાહેરાત કરી હતી.આજના હિસાબે આ રકમ 108 કરોડ રુપિયા થવા જાય છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GmSXOt
via Latest Gujarati News
0 Comments