થેંક્યુ આલિયા, યહ જાનકર બહુત ખુશી હુયી : પાકિસ્તાની અભિનેત્રી સનમ સૈયદ


મુંબઇ તા.10 એપ્રિલ 2019, બુધવાર

એ લિસ્ટની ગણાતી થઇ ગયેલી અભિનેત્રી આલિયા ભટ્ટને તાજેતરમાં પાકિસ્તાની ટીવી સ્ટાર સનમ સૈયદે થેંક્યુ આલિયા, યહ બાત જાનકર હમેં બહુત ખુશી હુયી એવો સંદેશો મળ્યો હતો.

વાત ખરેખર રસપ્રદ છે. હાલ આલિયા પોતાના ગૉડફાધર કરણ જોહરની કલંક ફિલ્મ કરી રહી છે. આ ફિલ્મ મલ્ટિસ્ટાર અને મેગાબજેટ ફિલ્મ છે. 

આલિયાએ આ ફિલ્મના પોતાના પાત્ર અંગે એક ટૂંકી મુલાકાતમાં એવો ખુલાસો કર્યો હતો કે કરણ સરે મને મારું કલંકનું પાત્ર તૈયાર કરવા પાકિસ્તાની ટીવી શો જિંદગી ગુલઝાર હૈ જોવાનું અને ખાસ તો આ ટીવી સિરિયલમાં અભિનેત્રી સનમ સૈયદનું કામ જોવાનું સૂચન કર્યુ ંહતું.

આલિયાએ કરેલી આ વાત સોશ્યલ મિડિયા પર રજૂ થઇ હતી અને એ વાત સનમ સૈયદ સુધી પણ પહોંચી હતી. સનમે આ વાતને પોતાની પ્રશંસા ગણીને આલિયાને આ માટે થેંક્સનો સંદેશો મોકલ્યો હતો. એણે કહ્યું હતું કે તમે તમારા આ શબ્દો દ્વારા મારા કામને બિરદાવ્યું છે એ માટે હું તમારી આભારી છું.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IlaVSI
via Latest Gujarati News

Post a Comment

0 Comments