
મુંબઇ તા.10 એપ્રિલ 2019, બુધવાર
ઇન્ટરનેશનલ બેડમિંગ્ટન સ્ટાર સાઇના નેહવાલની બાયો-ફિલ્મ માટે તાજેતરમાં સાઇન થયેલી અભિનેત્રી પરિણિતી ચોપરાએ કહ્યું હતું કે હું સાઇનાએ રમેલી સ્પર્ધાઓની વિડિયો ક્લીપ્સ જોઇ જોઇને મારા પાત્રની તૈયારી કરી રહી છું.
લગભગ છેલ્લાં બે અઢી વર્ષથી સાઇના નેહવાલની બાયો-ફિલ્મ બનવાની વાતો થઇ રહી છે. અગાઉ શ્રદ્ધા કપૂર આ ફિલ્મ કરવાની હતી અને એણે સાઇનાની હાજરીમાં બેડમિંગ્ટની તાલીમ પણ લીધી હતી. દરમિયાન એની કેટલીક ફિલ્મો બોક્સ ઑફિસ પર પીટાઇ જતાં એને પડતી મૂકવાની વાતો પણ વહેતી થઇ હતી.
બીજી બાજુ શ્રદ્ધા બાહુબલિ ફેમ પ્રભાસ સાથે સાહો ફિલ્મ કરી રહી હતી અને એક તબક્કે એણે શાહિદ કપૂર સાથે બત્તી ગુલ મીટર ચાલુ ફિલ્મને પ્રાયોરિટી આપી હતી. કારણ ગમે તે હો, એને પડતી મૂકીને પરિણિતીને સાઇન કરવામાં આવી હતી.
પરિણિતીએ તરત તાલીમ શરૂ કરી દીધી હતી. તેણે કહ્યંુ કે બેડમિંગ્ટન કોર્ટમાં અને કોર્ટની બહાર સાઇનાનું જે મેનરિઝમ છે એ બધાંનો હું અભ્યાસ કરી રહી છું. ત્યારબાદ હું મારા પાત્રને યોગ્ય ન્યાય આપવા ભરપુર મહેનત કરીશ. મને આ લેજંડરી મહિલા ખેલાડીની બાયો-ફિલ્મ કરવા મળી એને હું મારું સદ્ભાગ્ય ગણું છું.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VAp9TA
via Latest Gujarati News
0 Comments