દરેકના રસોડામાં ખાવાના કોઈને કોઈ બીયા જરૂર હોય છે. જેનો ઉપયોગ આપણને સ્વસ્થ રાખે છે. અહીં એવા પાંચ બીજની વાત કરવામાં આવી છે.
તલ
તલ તો લગભગ દરેકના રસોડામાં હોય છે. ઘણી મીઠાઈઓ, બર્ગર બન બ્રેડમાં પણ તલનો ઉપયોગ થાય છે. તેના સેવનથી વિટામિન ઈ મળે છે. એક અભ્યાસ કહે છે કે તે એન્ટીઓક્સિડન્ટ અને લોહીના સ્તરને વધારે છે. તેમાં આયરન, જિંક, કૉપર અને વિટામિન્સ પણ હોય છે.
હેમ્પ બી
પ્રોટીનથી ભરપૂર હેમ્પ બીમાં કાર્બોહાઈડ્રેટ ઓછા હોય છે. તેમાં ગામા-લિનોલેનિક એસિડ હોય છે, જે હોર્મોનલ સ્વાસ્થ્યના સુધારા સાથે જોડાયેલ છે. કેટલાક સ્ટડી કહે છે કે ગામા-લિનોલેનિક એસિડ(જીએલએ) મહિલાઓમાં બ્રેસ્ટ પેન, પીએમએસ એટલે કે પ્રી મેન્સ્ટ્રુએશન સિન્ડ્રોમ સંબંધિત તકલીફોમાં મદદ કરે છે.

કોળાના બીજ
શરીરમાં મેગ્નેશિયમની માત્રા ભરપાઈ કરવા માટે કોળાના બીજ જરૂર ખાઓ. સૌથી મોટી વાત એ છે કે કોળાના બીજને ડાયાબિટીઝનો રામબાણ ઇલાજ માનવામાં આવે છે. આમાં ઝિંક, ઓમેગા 3 અને ઓમેગા 6 ફેટી એસિડ હોય છે. આ જાદુઈ બીયા તમારા હૃદય અને કિડની માટે ફાયદાકારક છે. આમાં એક એમિનો એસિડ હોય છે જે ટ્રિપ્ટોફેન તરીકે ઓળખાય છે. ટ્રિપ્ટોફેનનો ઉપયોગ અનિદ્રાની સારવારમાં થાય છે. તેથી આનું સેવન અનિદ્રાની તકલીફમાં પણ રાહત આપે છે.
from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Ubwegy
via Latest Gujarati News
0 Comments