
નવી દિલ્હી, 1 એપ્રિલ 2019, સોમવાર
ફેસબુક પર વધારે સમય પસાર કરતાં લોકોની માનસિક શાંતિ છીનવાઈ જાય છે. એક રીપોર્ટમાં થયેલા ખુલાસા અનુસાર જે લોકોએ ફેસબુકનો ઉપયોગ સદંતર બંધ કરી દીધો છે તેઓ અન્યની સરખામણીમાં વધારે ખુશ અને શાંત રહે છે. દુનિયાભરમાં અંદાજે 230 કરોડ લોકો ફેસબુકનો ઉપયોગ કરે છે. શોધમાં જાણવા મળ્યાનુસાર દરેક વ્યક્તિ 24 કલાકમાંથી 1 કલાક ફેસબુક પર પસાર કરે છે. જો તેઓ ફેસબુક બંધ કરે છે તો અન્ય સોશિયલ પ્લેટફોર્મ પર એક્ટિવ થઈ જાય છે. આ આદતથી તેમની ઊંઘ અને માનસિક શાંતિ પર ગંભીર અસર થાય છે.
ન્યૂયોર્ક યૂનિવર્સિટી અને સ્ટૈનફોર્ડ યૂનિવર્સિટીના સોશિયલ મીડિયા પર થયેલા સર્વેમાં આ વાત જાણવા મળી છે. સર્વે અનુસાર જે લોકોએ ચાર સપ્તાહ સુધી ફેસબુકનો ઉપયોગ કર્યો નથી તેમનો વ્યવહાર અને માનસિક સ્થિતીમાં સુધારો નોંધાયો છે. જે લોકોએ ફેસબુકનો સાથ છોડ્યો છે તેઓ પોતાના પરીવાર સાથે વધારે સમય પસાર કરે છે અને તેનાથી તમને માનસિક શાંતિનો અનુભવ થાય છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2CLUviM
via Latest Gujarati News
0 Comments