નવી દિલ્હી, તા. 25 જુલાઇ 2019, ગુરૂવાર
લોકસભામાં એન્ટી ટેરર ખરડાના મુદ્દે ભારે હો હા થઇ હતી. એન્ટી ટેરર ખરડા પર મતદાન થયું ત્યારે સમગ્ર સમાજવાદી પક્ષે વ઼ૉક આઉટ કર્યું હતું પરંતુ મુલાયમ સિંઘ યાદવે આ ખરડાને મત આપ્યો હતો અને એે રીતે ભાજપને પીઠબળ પૂરું પાડ્યું હતું.
અત્રે એ યાદ રહે કે છેલ્લી લોકસભાના અંતિમ દિવસે મુલાયમ સિંઘ યાદવે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને શુભેચ્છા આપતાં કહ્યું હતું કે તમેજ ફરી એકવાર ચૂંટાઇ આવજો અને વડા પ્રધાન બનજો. એમના આ વિધાન વખતે સોનિયા ગાંધીએ મોં મરોડ્યું હતું.
બુધવારે આ ખરડો લોકસભામાં પસાર થયો ત્યારે ડીએમકે, તૃણમૂલ કોંગ્રેસ, સપા અને કોંગ્રેસે વૉક આઉટ કર્યો હતો. સપાના સભ્યો બહાર નીકળી ગયા હતા પરંતુ મુલાયમ સિંઘ યાદવે બેસી રહેવાનું અને આ ખરડાને મત આપવાનું યોગ્ય માન્યું હતું. જો કે હવે એવું લાગે છે કે આ ખરડો રાજ્યસભામાં પણ સહેલાઇથી પસાર થઇ જશે.
વિપક્ષોએ એવો આક્ષેપ કર્યો હતો કે આ કાયદાનો અમલ વિરોધ પક્ષોનો અવાજ દબાવવા માટે થવાનો છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2GpUMcU
via Latest Gujarati News
0 Comments