કર્ણાટકના ભૂમિવિહોણા મજૂરોનું કરજ માફ કરાયું, કુમાર સ્વામીએ વાયદો પાળ્યો

બેંગાલુરૂ, તા. 25 જુલાઇ 2019, ગુરૂવાર

કર્ણાટકની સરકારનું રાજીનામું આપવા પૂર્વે મુખ્ય પ્રધાન એચડી કુમારસ્વામીએ ભૂમિવિહોણા મજૂરાના કર્જને માફ કરતા આદેશ પર સહી સિક્કા કર્યા હતા. બે હેક્ટરથી ઓછી ખેતજમીન હોય અને જેમની વાર્ષિક આવક એક લાખ રૂપિયાથી ઓછી હોય એવા ભૂમિવિહોણા ગણાતા મજૂરોના કર્જને માફ કરવાની વાત આ આદેશમા હતી.

જો કે કેટલી હદ સુધીનું કરજ માફ કરવાનું છે એની કોઇ સ્પષ્ટતા આ આદેશમાં નહોતી.

મંગળવારે માત્ર છ વોટથી વિશ્વાસ મત હારી જનારા કુમાર સ્વામીને ગવર્નર વજુભાઇ વાળાએ કાર્યવાહક મુખ્ય પ્રધાન તરીકે કોઇ મોટું નીતિવિષયક પગલું નહીં લેવાની તાકીદ કરી હતી છતાં કુમાર સ્વામીએ આ આદેશ પર સહી સિક્કા કર્યા હતા. કુમાર સ્વામીએ એવો દાવો કર્યો હતો કે મેં ચૂંટણીમાં આપેલા વચનનું પાલન કર્યું છે. હું ભૂમિહીન મજૂરોને થોડીક પણ મદદ કરી શક્યો એનો મને આનંદ છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ZjURXf
via Latest Gujarati News

Post a Comment

0 Comments