પીડીપીના અધ્યક્ષ મહેબૂબા કાશ્મીરના અનંતનાગમાંથી ચૂંટણી લડશે


(પીટીઆઈ) શ્રીનગર, તા. 23 માર્ચ, 2019, શનિવાર

જમ્મુ અને કાશ્મિરના પૂર્વ મુખ્ય પ્રધાન મહેબૂબા મુફ્તિ પીડીપીના ઉમેદવાર તરીકે અનંતનાગ મત વિસ્તારમાંથી લોકસભા ચૂંટણી લડશે. જો કે '' બિન સાંપ્રદાયિક મતો''નું વિભાજન અટકાવવા માટે પક્ષ જમ્મુ અને ઉધમપુર બેઠકો પર ઉમેદવાર ઉભા રાખશે નહિ.

શ્રીનગર બેઠક પરતી આગા મોહસિન ઉમેદવારી કરશે. એમ મુફ્તિએ પક્ષના ઉમેદવારોની જાહેરાત કરતાં જણાવ્યું. બારામુલ્લા લોકસભા બેઠક પર પૂર્વ કામદાર નેતા અબ્દુલ ક્યૂમ વાણી, પીડીપીના ઉમેદવાર બનશે.

વિપક્ષી મોરચો જે રીતે કાર્ય કરવું જોઇએ એ રીતે કાર્ય કરી રહ્યો નથી, પરંતુ અમે એકપક્ષીય રીતે, જમ્મુ વિસ્તારની બે બેઠકો - જમ્મુ અને ઉધમપુર પર બિનસાંપ્રદાયિક મતોનું વિભાજન રોકવાના ઉદેશથી ત્યાં ઉમેદવારો ઉભો રાખીએ નહિ, એમ મુફતિએ ઉમેર્યું. આજે મળેલી પક્ષના સંસદીય બોર્ડની બેઠકમાં લડાખ લોકસભા બેઠક વિષે કોઇ નિર્ણય લેવાયો નથી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UNSxW1
via Latest Gujarati News

Post a Comment

0 Comments