J&K: આતંકવાદીઓ સેનાના કાફલા પર વિસ્ફોટકો સાથેની બાઈક વડે હુમલાની ફિરાકમાં

નવી દિલ્હી, તા. 14. એપ્રિલ 2019 રવિવાર

જમ્મુ કાશ્મીર હાઈવે પર સુરક્ષાદળોના કાફલા પર વિસ્ફોટકો ભરેલી બાઈક સાથે આતંકવાદીઓ હુમલો કરી શકે છે તેવી બાતમી ગુપ્તચર એજન્સીઓને મળી છે.

એ પછી હાઈવે પર રેડ એલર્ટ જાહેર કરી દેવાયો છે.આ બાતમીના પગલે સવારે 9 વાગ્યા પહેલા સુરક્ષાદળોના કાફલાની અવર જવર પર પણ રોક લગાવવામાં આવી છે.

ખૂફિયા એજન્સીઓ પાસે ઈનપુટ છે કે, આતકંવાદીઓ હાઈવે પર સવારે સાત થી આઠની વચ્ચે બ્લાસ્ટ કરી શકે છે.ચૂંટણીઓના કારણે સુરક્ષાદળોના કાફલાની ખાઈ એવી અવર જવર છે ત્યારે આતંકવાદીઓ આ મોકાનો લાભ લેવા માંગે છે.

સૂત્રોના કહેવા પ્રમાણે શ્રીનગરના બટવારા અને ટટ્ટુ ગ્રાઉન્ડ વિસ્તાર હુમલાની રીતે સૌથી સંવેદનશીલ છે.જોકે તેની સાથે સાથે હાઈવે પર પણ હુમલો થવાની આશંકા છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GbcoIA
via Latest Gujarati News

Post a Comment

0 Comments