મુસલમાનોની સંસ્કૃતિ જ બહેન-દિકરીઓને પત્નીના રૂપમાં જોવાની છે: સુરેન્દ્ર સિંહ

નવી દિલ્હી, તા. 15 એપ્રિલ 2019 સોમવાર

ઉત્તર પ્રદેશ બલિયાના બેરિયાથી ભાજપ ધારાસભ્ય એકવાર ફરી પોતાના નિવેદનને લઈને ચર્ચામાં છે. આ વખતે ધારાસભ્ય સુરેન્દ્ર સિંહ આઝમ ખાન વિશે કરવામાં આવેલા નિવેદનને કારણે વિવાદમાં ઘેરાયા છે.

જયા પ્રદા વિશે આઝમ ખાનના નિવેદન બાદ ધારાસભ્ય સુરેન્દ્ર સિંહે આઝમ ખાન પર નિશાન સાધતા એવુ કંઈક નિવેદન આપ્યુ જેથી તેઓ વિવાદમાં આવી ગયા છે. સુરેન્દ્ર સિંહે કહ્યુ કે બહેન અને દિકરીઓને પોતાની પત્નીના રૂપમાં જોવાની મુસલમાનોની સંસ્કૃતિ છે. આઝમ ખાનની સંસ્કૃતિમાં દુનિયાની તમામ બહેનોને, તમામ દિકરીઓને પોતાની પત્નીના રૂપમાં જોવામાં આવે છે. 

BJP ધારાસભ્યએ આગળ કહ્યુ કે આ આઝમ ખાનના સંસ્કાર છે. તે જે બોલી રહ્યા છે પોતાના સંસ્કારો અનુસાર બોલી રહ્યા છે. તેમની પાસેથી કંઈ અપેક્ષા રાખી શકાય તેમ નથી. આઝમ ખાનનું આ સ્તર છે. તે આનાથી વધારે વિચારી શકે નહીં. આવા બદતમીઝ નેતા વિશે વાત કરવી કે તેની પર ટિપ્પણી કરવી અપ્રાસંગિક છે. આવા નેતાઓને તો સીધા જેલમાં મોકલવા જોઈએ.

જો આઝમ ખાનને જવાબ આપવાની તક ભગવાન મને આપે તો હું તરત જ ભારતમાંથી પાસપોર્ટ બનાવીને તેને પાકિસ્તાન મોકલી દઉં. ભારત માતાને ડાયન કહેનાર લોકોને ભારતની ધરતી પર 1 સેકન્ડ પણ રહેવા દેવાની પરવાનગી આપીશ નહીં. 



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UjsZiv
via Latest Gujarati News

Post a Comment

0 Comments