ચંડીગઢ, તા. 15 એપ્રિલ 2019, સોમવાર
ચોકીદાર ચોર છે આ જુમલો બીજે ક્યાં નહીં તો ચંડીગઢના મનીમાઝરા સ્થિત એક બેંકના ચોકીદાર પર બરોબર બંધ બેસે છે, જેને બેંકના લોકરમાં મુકેલા એક ગ્રાહકના 11 લાખ રૂપિયાના ઘરેણા પર હાથ સાફ કર્યો છે. આ ઘટનામાં પોલીસ પણ પહેલા ચકરાવે ચડી હતી, પરંતુ સીસીટીવી ફૂટે તપાસ્યા બાદ ચોરીનો રાઝ ખુલ્યો.
આ ઘટના 7 માર્ચ 2019ની છે. જ્યારે પંચકૂલના સેક્ટર 6માં રહેતી દેવિકા મહાજન ચંડીગઢના મનીમાજરા સ્થિત બેંક ઓફ કોમર્સના લોકરમાં ઘરેણા મુકવા ગઇ. જોકે, તે ઘરેણા લોકમાં રાખવાનું ભૂલી ગઇ. 13 માર્ચના રોજ તે ફરીથી બેંકમાં ગઇ અને પોતાનું લોકર ખોલ્યું તો ઘરેણા ગાયબ હતા.
આ ઘરેણામાં 25 તોલા સોનુ અને એક ડાયમન્ડનું કડું સામેલ હતું. જેની કિંમત 11 લાખ રૂપિયા છે. જ્યારે ઘરેણાને લઇને બેંકના કર્મચારીઓએ સંતોષકારક જવાબ આપ્યો નહીં તો મહિલાને ન છૂટકે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી પડી.
પોલીસે તપાસ શરૂ કરી. જે દિવસે મહિલા બેંકમાં પોતાના ઘરેણા મુકવા આવી તે દિવસના સીસીટીવી ફૂટેજ તપાસ્યા તો જાણવા મળ્યું કે તે દિવસે સ્ટ્રોન્ગ રૂમાં ઘણા લોકો આવ્યા હતા જેમાંથી એક બેંકનો ગાર્ડ અશોક કુમાર પણ સામેલ હતો.
પોલીસે એક-એક કરીને સ્ટ્રોન્ગ રૂમમાં પ્રવેશ કરનાર તમામ કર્મચારીઓની પુછપરછ કરી પરંતુ શંકાની સોય છેલ્લે ગાર્ડ અશોક કુમાર પર જઇ રહી હતી. પોલીસે જ્યારે અશોક કુમારની આકરી પુછપરછ શરૂ કરી તો તેને પોપટની માફક બધુ જણાવી દીધું. તેને પોલીસને જણાવ્યું કે જ્યારે તેને ઘરેણા ભરેલી પોટલી જોઇ તો તેનું ઇમાન ડગી ગયું.
પુછપરછમાં જણાવ્યું કે તેને ઘરેણાની ચોરી કરી પોતાના ઘરમાં વોશિંગ મશીનમાં સંતાડ્યા હતા. પોલીસ અનુસાર આરોપી ચોકીદાર ઘરેણાને ઠેકાણે પાડવા ગ્રાહકની શોધમાં હતો.
પોલીસે બેંકના ચોકીદારની ધરપકડ કરી લીધી છે અને તેનો સંબંધ કોઇ ગેંગ સાથે છે કે નહીં તે દિશામાં તપાસ કરી રહી છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2veadiB
via Latest Gujarati News
0 Comments