મહુવા/ભાવનગર, તા. 15 એપ્રિલ 2019, સોમવાર
લોકસભા ચૂંટણીમાં ઝંઝાવતી પ્રચાર કરવા માટે રાહુલ ગાંધી આજે ગુજરાતના મહુવા ખાતે પહોંચ્યા. અહીંથી તેમણે સૌરાષ્ટ્રમાં ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા. આ સભામાં અમીત ચાવડા, પ્રભારી રાજીવ સાતવ, પરેશ ધાનાણી, હાર્દિક પટેલ, સિદ્ધાર્થ પટેલ, કનુ કળસરીયા સહિત શક્તિસિંહ ગોહિલ પણ ઉપસ્થિત રહ્યા હતા. સૌરાષ્ટ્ર કોંગ્રેસના મોટા ભાગના ધારાસભ્યો પણ હાજર રહ્યાં હતા. તેમજ મોટી સંખ્યામાં લોકો સભામાં હાજર રહ્યા હતા.
રાહુલ ગાંધીએ પોતાના પ્રવચનમાં નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, દેશની જનતાએ નરેન્દ્ર મોદીને પુરો ભરોસો કરી પ્રધાનમંત્રી બનાવ્યા. ખાસ ગુજરાતની જનતાએ 26માંથી 26 બેઠકો જીતાવી પ્રધાનમંત્રી બનાવ્યા.
જનતાને વિશ્વાસ હતો કે મોદી કંઈક કરીને બતાવશે પણ એવું કંઈ થયું નહીં. તેમણે ઉદ્યોગપતિની વાત કરી પીએમ પર પ્રહાર કરતા કહ્યું કે, રોજ સાંભળીએ છીએ કે ઉદ્યોગપતિઓનો કર્ઝ માફ થઈ ગયો. રોજ આવા સમાચાર આવે છે.
- 15 લાખ આપવાનો મોદીનો આઈડિયા સારો હતો પણ ખોટો હતો.
- કોંગ્રેસ 72,000 રૂપિયાની નવી યોજના અને 5 કરોડ પરિવારના ખાતામાં ડાયરેક્ટ જમા થશે.
- અમે 72 હજાર આપીશું એટલે જાદુ શરૂ થઈ જશે.
- ન્યાય યોજના બાદ કોઈની આવક 12,000થી ઓછી નહીં હોય.
- કોંગ્રેસની સરકાર આવશે તો ઈન્કમટેક્સ નહીં વધારે
- દેશમાં અનેક ધંધાઓ બંધ પડ્યા છે.
- કોંગ્રેસની નવનિર્વાચિત સરકાર છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ખેડૂતોનું કર્ઝ માફી કર્યું હોવાનું કહ્યું હતું
- દેશની જનતાએ મોદી પર ભરોસો કર્યો હતો
- 5 વર્ષમાં ભાજપે આપેલા વાયદા પૂર્ણ ન કર્યા
- હિંદુસ્તાનના 20 ટકા લોકોના ખાતામાં રૂપિયા આપવા માંગુ છુ
- સરકાર 3 લાખ 60 હજાર ગરીબ લોકોના ખાતામાં રૂપિયા નાંખી શકે છે
- અમે ગરીબોની વાત કરીએ ત્યારે ભાજપ સવાલ કરે છે
- દરેક સરકારી ઓફિસોમાં લાંચ માંગવામાં આવે છે
- અમારી સરકાર આવશે 10 દિવસમાં ખેડૂતોનુ દેવું માફ કરશુ
- વીમાના રૂપિયા ક્યા જાય છે
- જમ્મુ કશ્મીરના વીમાનુ કામ અનિલ અંબાણી પાસે છે
- અમારી સરકાર આવશે તો કિશાનોનુ બજેટ પણ લાવશે
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GdQrJ5
via Latest Gujarati News
0 Comments