રાજોરીમાં પાકિસ્તાનનો તોપમારો, ગ્રામીણ વિસ્તારને નિશાન બનાવ્યો


જમ્મુ, તા.15 એપ્રિલ, 2019, સોમવાર

જમ્મુ કાશ્મીરમાં એલઓસી પર પાકિસ્તાન સૈન્ય દ્વારા ફરી ગોળીબાર કરવામાં આવ્યો હતો. રાજોરી જિલ્લામાં થયેલા આ અંધાધુંધ ગોળીબારમાં ગ્રામીણ વિસ્તારોમાં ભારે નુકસાન થયું હતું. જોકે કોઇ જાનહાનીના અહેવાલો નથી.

રાજોરીના નોશેરા સેક્ટરમાં પાકિસ્તાન સૈન્યએ મોર્ટાર મારો કર્યો હતો. જોકે ભારતીય સૈન્યએ પણ વળતો જવાબ આપ્યો હતો. પાકિસ્તાન દ્વારા રાજોરી સેક્ટરને સૌથી વધુ વખત નિશાન બનાવવામાં આવી રહ્યું છે. અહીં મોર્ટારમારો કરીને ગ્રામીણ વિસ્તારોમાં આવેલા મકાનોને પણ નુકસાન પહોંચાડી ચુક્યું છે જ્યારે કેટલાક નાગરીકોના પણ મોત નિપજ્યા હતા. 

શુક્રવારે પણ પાકિસ્તાને અહીંના પૂંચમાં તોપમારો કર્યો હતો જેમાં ગ્રામીણ વિસ્તારના ત્રણ નાગરીકો ઘવાયા હતા. મંગળવારે ભારતીય સૈન્યએ પાકિસ્તાનને આક્રામક રીતે વળતો જવાબ આપ્યો હતો જેમાં પાકિસ્તાનની સાત ચોકીઓનો ખાતમો બોલાવી દીધો હતો. જોકે તેમ છતા પાકિસ્તાન દ્વારા સતત ગોળીબાર થઇ રહ્યો છે. પાકિસ્તાન ભારેથી અતી ભારે હથિયારોનો ઉપયોગ કરી રહ્યું છે. ૧૨૦ એમએમ મોર્ટાર બોમ્બ પણ ફેકી રહ્યું છે. અહીંના નાગરીકોને નિશાન બનાવીને જ આ ગોળીબાર પાકિસ્તાન કરી રહ્યું છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2XdVpfy
via Latest Gujarati News

Post a Comment

0 Comments