
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 13 એપ્રિલ 2019, શનિવાર
સારા અલી ખાન રૂપેરી પડદે પોતાનું સ્થાન જમાવી રહી છે. તે હવે વિરાટ કોહલી સાથે એક વિજ્ઞાાપનમાં દેખાવાની છે.
સૂત્રની વાત સાચી માનીએ તો, દિશા પટાણી અને વિરાટ કોહલી એક વિજ્ઞાાપન સાથે કરી રહ્યા હતા. હવે બ્રાન્ડના માંધાતાઓ દિશાના સ્થાને સારાને લીધી છે. સારાએ હાલમાં એક બ્રાન્ડને સાઇન કરી છે, જેને દિશા પટાણી પ્રમોટ કરી રહી હતી. '' બ્રાન્ડ અને દિશાએ મળીને કરાર આગળ નહીં વધારવાનો ફેંસલો કર્યો હતો.
સારા આ વિજ્ઞાાપન માટે યોગ્ય ચહેરો લાગે છે. સારાએ એક ચેટ શો દરમિયાન પોતાની ફેટ-ટુ-ફિટ સ્ટોરી શેયર કરી હતી, જેના માટે તેને ઘણા લોકો તેને પોતાની આઇડિયલ માની રહ્યા છે. બ્રાન્ડની ટીમ હાલ સારાની આ વાતને ધ્યાનમાં રાખીને વિજ્ઞાાપન બનાવી રહી છે. જો બધુ સમુસૂથરું પાર પડશે તો સારા જલદી જ વિરાટ સાથે વિજ્ઞાાપન કરતી જોવા મળશે.
સૂત્રના અનુસાર, '' બ્રાન્ડનું પ્રથમ કેમ્પેઇન બરાબર ચાલશે તો, ઓફિશિયલી સારા અલી ખાન અને વિરાટ સાથે એક કોમર્શિયલ શૂટ કરશે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Gf7Ros
via Latest Gujarati News
0 Comments