EC એ યોગી આદિત્યનાથ અને માયવતી પર પ્રતિબંધ મુક્યો, નહીં કરી શકે ચૂંટણી પ્રચાર


નવી દિલ્હી, તા. 15 એપ્રિલ 2019, સોમવાર

આચાર સંહિતના ઉલ્લંઘન મામલે ચૂંટણી પંચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને બહુજન સમાજ પાર્ટીની પ્રમુખ માયાવતીના પ્રચાર પર પ્રતિબંધ મુકી દીધો છે. આ પ્રતિબંધ 16 એપ્રિલથી શરૂ થશે. જોકે, આદિત્યનાથ માટે 72 કલાક અને માયાવતી માટે 48 કલાક સુધી આ પ્રતિબંધ લાગુ રહેશ. 

આ બંને ફાયરબ્રાંડ ઇમેજ ધરાવતા નેતા છે. પ્રતિબંધ દરમિયાન યોગી આદિત્યનાથ અને માયવતી રેલી ઉપરાંત સોશિયલ મીડિયાનો ઉપયોગ કે ઇન્ટરવ્યૂ આપી શકશે નહીં. ચૂંટણી પંચનો એક્શન 16 એપ્રિલ સવારે 6 વાગ્યે શરૂ થશે.

કેમ મુકાયો પ્રતિબંધ

બાસપા અધ્યક્ષ માયવતીએ ઉત્તર પ્રદેશના દેવબંધમાં ચૂંટણી સભા દરમિયાન મુસ્લિ સમુદાયના લોકો પાસે મતની અપીલ કરી હતી. માયાવતીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે મુસ્લિમ સમુદાય પોતાના વોટમાં ભાગલા ન પાડે અને ફક્ત માહાગઠબંધનને વોટ આપે. માયાવતીનું આ નિવેદન ધર્મના નામ પર મત માંગવાના નિયમનું છડેચોક ઉલ્લંઘન છે.

તો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોદી આદિત્યનાથે પોતાના એક સંબોદનમાં માયવતી પર હુમલો કરતા કહ્યું હતું કે જો વિપક્ષને અલી પસંદ છે તો અમને બજરંગ બલી પસંદ છે. બંને નેતાઓના આ નિવેદનની ચૂંટણી પંચે નોંધ લીધી અને ટકોર કરી હતી.

જોકે, સોમવારે સવારે સુપ્રીમ કોર્ટે માયવતીને દેવબંદ રેલીમાં આપેલા ભાષણ પર વિરોધ વ્યક્ત કર્યો હતો. કોર્ટ તરફથી ચૂંટણી પંચ પર ફિટકાર વરસાવી હતી કે હજુ સુધી આ મામલે કાર્યવાહી કેમ કરી નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ચૂંટણી પંચે ફક્ત નોટિસ કેમ ફટકારી રહ્યું છે, નક્કર પગલા કેમ નથી ઉઠાવતી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Ik57tF
via Latest Gujarati News

Post a Comment

0 Comments