અમિતાભ બચ્ચને રૂપિયા 70 કરોડનો ટેક્સ ભર્યો


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.  13 એપ્રિલ 2019, શનિવાર

૭૬ વર્ષીય અમિતાભ બચ્ચને ૨૦૧૮-૧૯ના નાણાંકીય વરસ માટે સૌથી વધુ ટેક્સ ભરનાર કલાકાર બન્યા છે. આ સાથે તેમણે  સલમાન અને શાહરૂખને પણ આ બાબતે પાછળ છોડી દીધા છે. 

અમિતાભના પ્રવકતાએ આ બાબતની પુષ્ટિ   કરતા જણાવ્યું હતું કે,તેમણે  નાણાંકીય ૨૦૧૮-૧૯ની સાલ માટે રૂપિયા ૮૦ કરોડનો ટેક્સ ભર્યો છે.  તેઓ ૭૬ વરસે પણ સતત કામ કરી રહ્યા છે. તે એક એવા કલાકાર છે, જેઓ સૌથી વધુ બ્રાન્ડના વિજ્ઞાાપન કરે છે. 

અમિતાભ યોગ્ય વ્યકિતઓને આર્થિક સહાય માટે  પણ જાણીતા છે. તેમણે બિહારના ૨,૦૮૪ ખેડૂતોને આર્થિક મદદ કરી હતી. તેમજ પુલવામાં આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારને મદદ કરવામાં પણ પાછી પાની ન કરતાં રૂપિયા દસ-દસ લાખની સહાયતા કરી હતી. 

અમિતાભની થોડા સમય પહેલા રિલીઝ થયેલી ફિલ્મ 'બદલા'એ સારી કમાણી કરી છે. આ ઉપરાંત તે અયાન મુખર્જીની 'બ્રહ્માસ્ત્ર'માં પણ જોવા મળશે. એક તમિલ ફિલ્મ 'તેરા યાર હું મૈં'માં પણ તે કામ કરવાના છે. આ ફિલ્મ તમિલ ભાષાની સાથેસાથે હિંદી ભાષામાં પણ રિલીઝ થવાની છે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2v1MtOf
via Latest Gujarati News

Post a Comment

0 Comments