
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 13 એપ્રિલ 2019, શનિવાર
તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતાના નિધન બાદ ઘણા ફિલ્મસર્જકોએ તેમની બાયોપિકની ઘોષણા કરી છે. હવે એમાં એક વધુ બાયોપિક સામેલ થઇ છે. દિગ્દર્શક જગદેશ્વર રેડ્ડી જયલલિતા પર ફિલ્મ બનાવી રહ્યા છે, અને તેમણે આ પાત્ર માટે કાજોલનો સંપર્ક કર્યો હોવાની ચર્ચા છે.
સૂત્રની વાત સાચી માનીએ તો, ફિલ્મસર્જકે કાજોલ સાથે બે વખત મુલાકાત કરીને ફિલ્મ બાબત ચર્ચા કરી છે. આ ફિલ્મનું નામ 'શશિલલિતા' હશે. આ ફિલ્મમાં શશિકલાના પાત્ર માટે તમિલ અભિનેત્રી અમલા પોલ સાથે વાતચીત ચાલી રહી છે. દિગ્દર્શક બન્ને અભિનેત્રીઓ સાથે સંપર્કમાં છે, તેમજ ફિલ્મની સ્ક્રિપ્ટ પર પણ કામ કરીરહ્યો છે. આ ફિલ્મનું પોસ્ટર પણ બહાર પાડી દેવામાં આવ્યું છે, જેમાં શશિકલા અને જયલલિતાના બે ચહેરા એક ચહેરામાં વિલીન થતા જોવા મળે છે.
આ ફિલ્મની શૂટિંગ આવતા મહિનાથી શરૂ થાય તેવી શક્યતા છે. આ ફિલ્મમાં જયલલિતાના હોસ્પિટલના ૭૫ દિવસો દર્શાવવામાં આવશે.
જો બધુ સમુસૂથરું પાર પડશે તો કાજોલ પ્રથમ વખત બાયોપિકમાં કામ કરતી જોવા મળશે. કાજોલે ભૂતકાળમાં પણ તમિલ અને તેલુગુમાં બનેલી ફિલ્મ 'વીઆઇપી ટુ'માં કામ કર્યું છે. આ ફિલ્મમાં તેણે ધનુષ સાથે સ્ક્રિન શેયર કરી હતી.
જયલલિતાની બાયોપિક પર દિગ્દર્શક જગદેશ્વર રેડી ઉપરાંતં લિંગુસ્મી, રામ ગોપાલ વર્મા અને ભારતીરાજા જેવા ફિલ્મ મેકર્સ પણ ફિલ્મ બનાવી રહ્યા છે. એએલ વિજયની બાયોપિકમાં કંગના રનૌત જયલલિતાના પાત્રમાં જોવા મળશે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2PaohTh
via Latest Gujarati News
0 Comments