લગ્નની અકટળો બાદ હવે મલાયકા અરોરા અને અર્જુન કપૂર હોસ્પિટલમાં સાથે દેખાયા


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 13 એપ્રિલ 2019, શનિવાર

મલાયકા અરોરા અને અર્જુન કપૂર મુંબઇની વાંદરાની એક અદ્યતન હોસ્પિટલમાં સાથે જોવા મળ્યા હતા. હવે તેમની આ મુલાકાત ચર્ચાનો વિષય બની છે. તેમની સાથેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર ફરી રહી છે. 

પાર્ટીઓથી ડિનર ડેટ સાથે કરતા મલાયકા અને અર્જુન કપૂર શુક્રવારે એક અસામાન્ય જગ્યાએ જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર ફરી રહેલી તસવીરોમાં તેઓ હોસ્પિટલના કેઝ્યુલિટિ વોર્ડ પાસે દેખાયા હતા, જ્યાં તસવીરકારોએ તેમની તસવીર ઝડપી લીધી હતી. આ પ્રેમીપંખીડા કેઝ્યુઅલ અને કમ્ફર્ટ લુકમાં હોસ્પિટલમાં દાખલ થતા જોવા મળ્યા હતા. હોસ્પિટલ સુધી પહોંચવા તેમણે અન્ય સાઇડની કાર રોકીને સડક પાર  કરી હતી.  જોકે તેઓ અહીં શા માટે આવ્યા હતા તે જાણવા મળ્યું નથી. 

હાલમાં જ મલાયકાએ ફરી એક વખત અર્જુનના ઉલ્લેખ વગર એક લાગણીશીલ પોસ્ટ મુકી હતી. જેમાં તેણે લખ્યું હતું કે, '' એક નજીકની વ્યકિત, એકએવી વ્યક્તિ જેને મળવાથી એક કનેકશનનો અહેસાસ થાય છે, એક એવા કનેકશનનો જેનો આ પહેલા અનુભવ નથી કર્યો. સમયની સાથે આ લગાવ અને સંબંધ વધુ ઊંડો થતો ગયો.''

મલાયકા અન  અર્જુન ૧૯મી એપ્રિલે લગ્ન કરવાના છે, તેવી અટકળ હતી. તેઓ ક્રિશ્ચિયન વિધિથી ચર્ચમાં લગ્ન કરવાની વાત હતી. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IxADDt
via Latest Gujarati News

Post a Comment

0 Comments