
ઓલ ઓવર ઇન્ડિયામાં બેઠક ક્લચરને ફેલાવવા માટે મોટોજોજો કોમ્યુનિટી કામ કરી છે. મોટોજોજો દ્વારા દરેક સિટીમાં હાઉસ ગેધરિંગ કરવામાં આવે છે, જેમાં ગણતરીના માણસો બેસીને સાચી કળાની પ્રશંસા કરી અને યંગ આર્ટિસ્ટને પ્લેટફોર્મ આપવાનું કામ કરે છે. આ હાઉસ ગેધરિંગમાં દરેક વ્યક્તિ નોન જજમેન્ટલ અને ચીલ વાઇબ્સ સાથે મ્યુઝિક, સ્ટોરીટેલિંગ અને પોએટ્રીની મજા માણે છે. હાલમાં બોડકદેવ વિસ્તારની એક સોસાયટી ખાતે મોટોજોજો ગેધરિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઝુબાન મ્યુઝિકલ બેન્ડના શરદે સોલો મ્યુઝિકલ પરફોર્મન્સ આપ્યું હતું. વિરાજે પોએટ્રી ટેલિંગ કર્યું અને તેની સાથે 'ઇન્ફિનિટ લોલીપોપ' બેન્ડના અઝાન, શિવાંશ, નૈમિષ અને જયેશે બેન્ડ પરફોર્મન્સ આપ્યું.
ફૉક મ્યુઝિકને વેસ્ટર્નમાં મોડર્ન ફીલ આપતું ફ્યુઝન બનાવું છું
હું 'ઝુબાન' મ્યુઝિકલ બેન્ડમાં છું. જે ગીતો મેં બેન્ડની સાથે પરફોર્મ કર્યા છે તેને ગીતોને ગિટાર સાથે મેં સોલો પરફોર્મન્સ આપ્યું. તે સાથે આજે યુટયુબ પર ખૂબ જ લોકપ્રિય અને ટ્રેન્ડિંગમાં 'રાસ્તા' સોંગ ગાયું. હું સામાન્ય રીતે ફોક મ્યુઝિકને વેસ્ટર્નમાં ન્યુએજ મોડર્ન ફીલ આપતું ફ્યુઝન બનાવું છું અને તે ગાવું છું. મોડર્ન ફૉક રોક મારું સૌથી પસંદગીનું મ્યુઝિક છે. આ ઉપરાંત આ ગેધરિંગમાં નિર્મલ સિંગારી લિખિત 'રાસ્તા ખુલાસા હૈ, ધૂએ મેં દિલ ઉડાસા હૈ... કહાની યે તેરી મેરી, સફર નયા મિલાસા હૈ' સોંગ પરફોર્મ કર્યું હતું. - શરદ સિંઘ
યુએસએ અને યુકેનું 'પંક રૉક' અમદાવાદી યંગસ્ટર્સમાં લોકપ્રિય બની રહ્યું છે
અમારું 'ઇન્ફિનિટ લોલીપોપ' બેન્ડ અમે ૨૦૧૭માં શરૃ કર્યું હતું, જેમાં ગિટારિસ્ટ અને સિંગર વૉકલિસ્ટ તરીકે અઝાન, બેઝ્ડ ગિટાર અને વૉકલિસ્ટ તરીકે શિવાંશ, ગિટાર સાથે નૈમિષ અને જયેશ ડ્રમ પ્લે કરે છે. અમદાવાદમાં કદાચ અમારું ગુ્રપ પહેલું હશે જેે ઇન્ડિપેન્ડેન્ડ રૉક બેન્ડ છે. અમે લિરિક્સ લખવાથી માંડીને દરેક વસ્તુ જાતે કરીએ છીએ અત્યાર સુધીમાં ટોટલ ૧૬ ગીતો કરી ચૂક્યા છે. અમે યુ.એસ.એ. અને યુ.કે.માં ખૂબ જ ફેમસ એવું પંક રૉક મ્યુઝિક જોનર પર કામ કરીએ છીએ. પંક રોકમાં લિરિક્સ લવ અને બ્રેકઅપ પર ન લખાતા કરંટ ઇસ્યૂ પર લખાય છે. અમદાવાદમાં આ રૉક લોકપ્રિય બની રહ્યું છે. અમે અમારી આસપાસ જોવા મળતા પ્રોબ્લેમ્સ, વિચારસરણીને પંક રૉકમાં સેટ કરી પરફોર્મ કરીએ છીએ. - અઝાન
from Gujarat samachar-plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2P8iSw1
via Latest Gujarati News
0 Comments