ઠાકોરભાઈ દેસાઇ હોલ ખાતે કવયિત્રી રક્ષા શુક્લના કાવ્યસંગ્રહ 'આલ્લે લે'નું વિમોચન તેમજ કવિસંમેલન યોજાયું હતું. આ કાવ્યસંગ્રહ વિમોચન કરતાં રક્ષા શુક્લએ કહ્યું કે, બાળપણથી મને વાંચવાનો શોખ મારા પિતા તરફથી મળ્યો હતો. વાંચનના લીધે સાહિત્યમાં વધારે રસ પડયો હતો જેનાથી મારા મનના અંતરભાવને લીધે કંઇક કરવાની ઇચ્છા થઇ જે આજે આ કાવ્યસંગ્રહરૃપે તેને રજૂ કરી છે. કુટંુબની જવાબદારી સાથે મહિલાઓ પણ પોતાની શકિત મુજબ કામ કરતી થઇ છે જે સમાજ માટે ગૌરવની વાત છે. 'આલ્લે લે' તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ છે. કાવ્યસંગ્રહમાં ગીતો, છંદ, ગઝલનો સમાવેશ કરાયો છે.
તારું કશું ના હોય તો છોડીને આવ તું
તારું બધું જ હોય તો છોડી બતાવ તું
- રાજેશભાઇ વ્યાસ 'મિસ્કીન'
પપ્પાની આંગળીએ માણી સાત સૂરોની વાણી
બાંસૂરીમાં સવાર, સાંજે સિતારની સરવાણી
- રક્ષા શુક્લ
પ્રેમમાં થઇ જાય છે દિલદાર આંખો
વ્હેમમાં થઇ જાય છે ચોકીદાર આંખો
- મનિષ પાઠક 'શ્વેત'
-ફૂલની ફરિયાદ શું કરવી હવે,
મ્હેકની વચ્ચે વાડ થઇ ગયા
- હરદ્વાર ગોસ્વામી
શ્વાસની જેમ જ સતત એને શ્વસી છે
મેં ભજનની જેમ ગુજરાતી ભજી છે
- રમેશ ચૌહાણ
from Gujarat samachar-plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2v2KVUn
via Latest Gujarati News
0 Comments