ભૂકંપ સામે રક્ષણ મેળવવા કોન્ફિનેડ માસોનરી કન્સ્ટ્રક્શન ટેકનિક લાભદાયક


ભૂકંપની ઘટના બનવાથી ઘણી ઇમારતોને નુકસાન થતું હોય છે, તેને ધ્યાનમાં રાખીને આઇઆઇટી ગાંધીનગર યોજાયેલા સેમિનારમાં સ્ટુડન્ટસને કોન્ફિનેડ માસોનેરી કન્સ્ટ્રક્શન ટેકનોલોજી વિશે જાણકારી અપાઇ. કોન્ફિનેડ માસોનરી ટેકનોલોજી લૉ રાઇઝ બિલ્ડિંગ માટે ઉપયોગી છે, કારણ કે કોન્ફિનેડ માસોનરીમાં ઓછું વજન ધરાવતી ઈંટનો ઉપયોગ દિવાલ બનાવવા માટે કરવામાં આવે છે. જેના કારણે દિવાલ હળવી રહે છે અને ભૂકંપ સમયે પડતી નથી. સેમિનારમાં ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહેલા ડૉ. શૈલેષ અગ્રવાલે કહ્યું કે, ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ઝડપી વિકાસ જોવા મળી રહ્યો છે. કન્સ્ટ્રક્શન વધવા સાથે સેફ્ટીને પણ કેન્દ્ર સ્થાને રાખવી જોઇએ. જેના માટે નવી કોન્ફિનેડ માસોનરી જેવી ટેકનોલોજીને સ્વીકારવી જોઇએ.

દિવાલો હળવી હોવાથી ભૂકંપની અસર ઓછી પડે છે

કોન્ફિનેડ માસોનરી ટેકનિકને ફ્રેમ સ્ટ્રક્ચર તરીકે પણ ઓળખવામાં આવે છે. કોન્ફિનેડ માસોનરી એટલે સૌપ્રથમ બિલ્ડિંગનું કોન્ક્રિટ સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવે છે, ત્યારબાદ તેની દિવાલો બનાવવા માટે પોલાણવાળી વજનમાં હળવી ઈંટોનું ચણતર કરવામાં આવે છે. જેના કારણે દિવાલનું વજન ઓછું રહે છે જેની અસર બિલ્ડિંગના સ્ટ્રક્ચર પર પડતી હોવાથી ભૂકંપની અસર ઓછી રહે છે.

લોકોને માસોનરી ટેકનોલોજીથી માહિતગાર કરવા છે

ભારતીય ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સંદર્ભમાં કોન્ફિનેડ માસોનરી ટેકનોલોજી ખૂબ ઉપયોગી છે, જેને અનુસરીને આઇઆઇટી ગાંધીનગરમાં હોસ્ટેલ અને હાઉસીંગ બિલ્ડિંગ કોન્ફિનેડ માસોનરી ટેકનોલોજીથી બનાવી છે. સેમિનાર દ્વારા વધારે લોકોને કોન્ફિનેડ માસોનરી ટેકનોલોજીથી માહિતગાર કરવામાં આવે તેવો મુખ્ય ધ્યેય છે. - સુધીર જૈન, ડિરેક્ટર આઇઆઇટી, ગાંધીનગર




from Gujarat samachar-plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2PcczHW
via Latest Gujarati News

Post a Comment

0 Comments