નવી દિલ્હી, તા. 14. એપ્રિલ 2019 રવિવાર
દુનિયાના સૌથી મોટા કદના વિમાને પહેલી વખત ટ્રાયલ માટે સફળતાપૂર્વક ઉડાન ભરી છે.
અમેરિકાના કેલિફોર્નિયાના મોજાવે ડેઝર્ટ પરથી આ વિમાન ઉડ્યુ હતુ.બોઈંગ 747 પ્રકારનુ પેસેન્જર વિમાનમાં જે એન્જિન લગાડાય છે તેવા છ એન્જિન સાથે આ વિમાને ટેક ઓફ કર્યુ હતુ.
અમેરિકાએ આ વિમાનનુ નિર્માણ અંતરીક્ષામાં ઉપગ્રહો પહોંચાડવા માટે કર્યુ છે.હાલના સમયમાં ટેકઓફ રોકેટની મદદથી ઉપગ્રહને અંતરીક્ષમાં મોકલવામાં આવે છે.તેની સરખામણીમાં પહેલા આ વિમાનમાં રોકેટને લઈ જઈને તેના થકી ઉપગ્રહને અંતરીક્ષમાં મોકલવુ વધારે સહેલુ અને ફાયદાકારક રહેશે તેવી ગણતરી છે.
વિમાનની પાંખોનો વ્યાપ જ એક ફૂટબોલ મેદાન જેટલો છે.તેના પરથી અંદાજ આવી શકે છે કે આ વિમાન કેટલુ મોટુ હશે.વિમાને લગભગ અઢી કલાક સુધી હવામાં ઉડ્ડયન કર્યુ હતુ.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Pbmtcu
via Latest Gujarati News
0 Comments