બાલાકોટ એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાને 513 વખત શસ્ત્ર વિરામનો ભંગ કર્યો

નવી દિલ્હી, તા. 14. એપ્રિલ 2019 રવિવાર

બાલાકોટ પર ભારતે કરેલી એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાને છેલ્લા દોઢ મહિનામાં જમ્મુ કાશ્મીરની એલઓસી પર 513 વખત શસ્ત્ર વિરામનો ભંગ કર્યો છે.

જોકે સેનાએ આપેલા જડબાતોડ જવાબના કારણે આ હુમલાઓમાં પાકિસ્તાનને ભારત કરતા પાંચ ગણુ વધારે નુકસાન થયુ છે.સેનાના અધિકારી લેફ્નન્ટ જનરલ પરમજીત સિંહે કહ્યુ હતુ કે, પાકિસ્તાને સંઘર્ષ વિરામના ઉલ્લંઘન દરમિયાન 100થી વધારે વખત મોર્ટાર અને તોપો જેવા ભારે હથિયારોનો ઉપયોગ કરીને રહેણાંક વિસ્તારોને નિશાન બનાવ્યા હતા.જેનો ભારતે પણ આકરો જવાબ આપ્યો હતો.

તેમણે જોકે કહ્યુ હતુ કે, સેનાના જવાનો પર સરહદ પારથી થતા સ્નાઈપર એટેક લગભગ બંધ થઈ ગયા છે.ખાસ કરીને બાલાકોટ એર સ્ટ્રાઈક પછી.ફેબ્રુઆરી મહિનામાં થયેલા સ્નાઈપર એટેક બાદ ભારતીય સેનાએ જે પણ ઉપાય કર્યા છે તે સફળ રહ્યા છે.

પરમજિતસિંહે કહ્યુ હતુ કે, આપણા સૈનિકોનુ મનોબળ બહુ ઉંચુ છે.તેમની પાસે દરેક પ્રકારના હથિયારો અને વિસ્ફોટકો છે.જ્યાં સુધી તેઓ સીમા પર છે ત્યાં સુધી દેશના લોકોએ ચિંતા કરવાની જરુર નથી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IjhUMP
via Latest Gujarati News

Post a Comment

0 Comments