
(પીટીઆઇ) બેજીંગ, તા. 23 માર્ચ, 2019, શનિવાર
પૂર્વ ચીનમાં એક કેમિકલ ફેકટરીમાં થયેલા જોરદાર વિસ્ફોટમાં ઘાયલ થયેલાઓના મોત થતાં માર્યા ગયેલાઓની સંખ્યા વધીને ૬૪ થઇ હતી. પ્રમુખ શી જીનપિંગે ઓર્ડર કર્યો હતો કે શક્ય એટલા વહેલી તકે અકસ્માતનું કારણ શોધી કાઢો. તેમણે સ્થાનિક સત્તા મંડળ અને સંબધીત વિભાગોને આ દુર્ઘટનામાંથી સબક શીખવા અને સુરક્ષાના પગલાંમાં વધારો કરવા અને ગંભીરતાથી અમલ કરવા સુચના આપી હતી.
જીઆંગસુ પ્રાંતમાં યાનેચંગમાં એક ઔદ્યોગિક એસ્ટેટમાં કેમિકલની એક ફેકટરીમાં ગુરૃવારે આગ લાગતાં વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટમાં ૬૪ લોકોના માર્યા ગયા હતા અને ૬૪૦ ઘાયલ થયેલા તેમજ અનેક કિલો મીટર સુધી હવામાં પ્રદુષણ ફેલાઇ જતાં કેમિકલ ફેકટરીના અધિકારીઓને પોલીસે કસ્ટડીમાં લઇ લીધા હતા.નજરે જોનાર સાક્ષીઓએ કહ્યું હતું કે વિસ્ફોટના કારણએ થયેલા જોરદાર ધમાકા પછી ઇમારત પડી જતાં તેમાં અનેક લોકો ફસાઇ ગયા હતા.
જોરદાર વિસ્ફોટના કારણે અનેક ઇમારતોની બારીઓના કાચ પણ તુટી ગયા હતા અને ભૂકંપ જેવા જોરદાર આંચકો લાગ્યો હતો. જીઆંગસુ પ્રાંતના ફાયરફાઇટર વિભાગે ૧૭૬ ફાયર ટેન્ડરો કામે લગાડયા હતા અને તેમાં ફસાયેલાઓને બચાવવા ૯૨૮ કર્મીઓ જોડાયા હતા, એમ ઇમર્જન્સી મેનેજમેન્ટ મંત્રાલયે કહ્યું હતું.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2URxnWZ
via Latest Gujarati News
0 Comments