દેશનું ફોરેકસ રિઝર્વ 11.30 કરોડ ડોલર ઘટી 479.45 અબજ ડોલર રહ્યું


મુંબઈ, તા. 2 મે 2020, શનિવાર

૨૪ એપ્રિલના સમાપ્ત થયેલા સપ્તાહમાં દેશનું ફોરેકસ રિઝર્વ ૧૧.૩૦ કરોડ ડોલર ઘટીને ૪૭૯.૪૫ અબજ ડોલર રહ્યું હતું. ફોરેન કરન્સી એસેટસમાં ઘટાડાને કારણે આ ઘટાડો થયો છે એમ રિઝર્વ બેન્કના આંકડા જણાવે છે. તે અગાઉના સપ્તાહમાં રિઝર્વમાં ૩.૦૯ અબજ ડોલરનો વધારો થયો હતો.

૬ માર્ચ ૨૦૨૦ના સપ્તાહમાં ફોરેકસ રિઝર્વ ૪૮૭.૨૩ અબજ ડોલર સાથે ઓલટાઈમ હાઈ રહ્યું હતું. નાણાં વર્ષ ૨૦૧૯-૨૦ના ગાળામાં દેશના ફોરેકસ રિઝર્વમાં ૬૨ અબજ ડોલરનો વધારો થયો હતો. ડોલર સામે રૂપિયાના તાજેતરના ઘટાડાને કારણે રિઝર્વ બેન્કે દરમિયાનગીરી કરવી પડતી હોવાથી ફોરેકસ રિઝર્વમાં ઘટાડો જોવાયો છે. 

દેશના ફોરેકસ રિઝર્વના મુખ્ય ઘટક ફોરેન કરન્સી એસેટસ ૨૪ એપ્રિલના સપ્તાહમાં ઘટીને ૪૪૧.૫૬ અબજ ડોલર રહી છે. ગોલ્ડ રિઝર્વ ૨૨.૧૦ કરોડ ડોલર વધીને ૩૨.૯૦ અબજ ડોલર રહ્યું હોવાનું રિઝર્વ બેન્કના આંકડા જણાવે છે. 



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2KW842B
via Latest Gujarati News

Post a Comment

0 Comments