BSE, NSEએ રિટર્ન મુદ્દે અમેરિકા, યૂકે, ચીન જેવા શેરબજારોને પછાડયા

નવી દિલ્હી ,તા. 16 એપ્રિલ, 2019, મંગળવાર

છેલ્લા નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં ભારતીય શેર બજારોએ અમુક મોટા વૈશ્વિક શેર બજારમાં મોટું પ્રદર્શન કર્યું છે. ભારતીય બજારોએ રિટર્નના મામલે જેને પછાડયું છે, તેમાં અમેરિકા, યુનાઈટેડ કિંગડમ (યૂકે) જેવા વિકસિત દેશો અને ચીન, બ્રાઝિલ જેવા વિકાસશીલ દેશોના બજારો સામેલ છે. માર્ચ ૨૦૧૯એ પૂરા થતા આ નાણાકીય વર્ષમાં ઈન્ડિયન કેપિટલ માર્કેટ્સે આશ્વર્યજનક પ્રદર્શન બતાવ્યું જ્યારે ઘણી વૈશ્વિક અને સ્થાનિક મુશ્કેલીઓને સામનો કરવો પડયો હતો.

ભારતીય શેર માર્કેટ, બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જના બેંચમાર્ક ઈન્ડિસિસ ક્રમશ: સેન્સેક્સ અને નિફ્ટીનું પોતાનું પ્રદર્શન પણ પાછલા નાણાકીય વર્ષ કરતા સારૂ રહ્યું છે. નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં સેન્સેક્સે ૧૭ ટકા જ્યારે નિફ્ટીએ ૧૫ ટકા રિટર્ન આપ્યું છે.

વિશ્વના એ દેશોના ઈક્વિટી માર્કેટ્સથી મળેલ રિટર્નનું વિશ્લેષણ કરતા જાણવા મળ્યું છે કે, ૨૦૧૭-૧૮માં ભારતીય બજારોના બેન્ચમાર્ક ઈન્ડાઈસિસનું અમેરિકા, બ્રાઝીલ, જાપાન, દક્ષિણ કોરિયા અને હોંગકોંગમાં અંડરપર્ફોર્મ કર્યું હતું. જો કે, તે સમયગાળા દરમિયાન યૂકે અને ચીનમાં તેનું પ્રદર્શન સારૂ રહ્યું હતું. બેન્ચમાર્ક ઈન્ડાઈસિસને સકારાત્મક પ્રદર્શન અને માર્કેટથી મળતી ફન્ડિંગમાં વૃદ્ધિને કારણે ૨૦૧૮-૧૯માં ભારતીય શેર માર્કેટનું વિસ્તરણ ચાલુ રહ્યું અને ૬ ટકાની વૃદ્ધિ સાથે આના માર્કેટ કેપિટલાઈઝેશન ૧૫૧ લાખ કરોડ રૂપિયે પહોંચી ગયું.

આ રીતે મ્યુચ્યુઅલ ફન્ડ એસેટ અંડર મેનેજમેન્ટ ૧૧.૪ ટકાની વૃદ્ધિ સાથે લગભગ ૨૪ લાખ કરોડ રૂપિયાની નવી ઊંચાઈ પર જ્યારે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોની એસેટ અંડર કસ્ટડી પણ ૮.૬ ટકા વધીને લગભગ ૩૦ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ. આ દરમિયાન કેપિટલ માર્કેટ્સથી ફન્ડ મેળવવાનો ટ્રેન્ડ પણ પોઝિટીવ રહ્યો અને ૫.૩ ટકા વૃદ્ધિ સાથે ડેટ અને ઈક્વિટીથી એકત્ર કરેલ ફન્ડિંગ લગભગ ૯ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ.

મ્યુચ્યુઅલ ફન્ડના મોરચે સપ્ટેમ્બર ૨૦૧૮થી ડેટ માર્કેટમાં અમુક નકારાત્મક ગતિવિધિઓને કારણે ડેટ ઓરિયેન્ટેડ ફન્ડ્સથી થોડા પૈસા બહાર નીકળ્યા. જો કે, ઈક્વિટી ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફન્ડ્સમાં આખા નાણાકીય વ્રષમાં પૈસા આવતા રહ્યા. અન્ય મ્યુચ્યુઅલ ફન્ડ્સમાં ૨૦૧૮-૧૯માંથઈ ૧૦ મહિનામાં પોઝિટીવ નેટ ફ્લો જોવા મળ્યો.




from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Pf6JVX
via Latest Gujarati News

Post a Comment

0 Comments