વડોદરા,29 મે,2019
વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અમેરિકા મોકલવાના બહાને બોગસ ડોક્યુમેન્ટ બનાવતા ઇન્સ્ટિટ્યૂટ સંચાલક સહિત બેની ધરપકડ કરી હતી.
વડોદરા શહેરના વતની પ્રશાંત રાઠોડ દ્વારા વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ આપવામાં આવી હતી.જેમાં શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલા વિન્ડસર પ્લાઝામાં કેપલોન ગ્રુપ ઇન્સ્ટીટયુટ ઓફ ટેક્નોલોજી એન્ડ મેનેજમેન્ટ સંસ્થામાં વર્ષ 2016 માં મુલાકાત કરી હતી.ફરિયાદીને અમેરિકા શિકાગો ખાતે મોકલવા માટે ત્રણ મહિનાના કોર્સની જરૂર હોય ધોરણ 12 પાસના સર્ટિફિકેટ ને કાયદેસર બનાવી આપવા તેમજ વિઝા કાર્યવાહી કરાવી તેઓને વિદેશ મોકલવાની વાત કરી 20,000 રૂપિયા બેંક મારફતે મળ્યા હતા.ત્યારબાદ તેઓ ધોરણ 12 પાસ ના એડમિટ કાર્ડ,માધ્યમિક શિક્ષા પરિષદ નું સર્ટિફિકેટ,ટ્રાન્સફર સર્ટિફિકેટ ,માઈગ્રેશન સર્ટિફિકેટ તેમજ ધોરણ-12ની માર્કશીટ વગેરે સર્ટીફીકેટ બનાવી આપ્યા હતા.આ તમામ સર્ટિફિકેટ ઓનલાઈન તપાસતા તે ખોટા હોવાનું માલુમ પડ્યું હતું. ત્યારબાદ ફરિયાદીએ કેપલોન ઇન્સ્ટિટયૂટના સંચાલક વિરુદ્ધ ફરિયાદ આપી હતી.ફરિયાદના આધારે ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરતા ગુનામાં સંડોવાયેલ મુખ્ય આરોપી વિરલ અંબાલાલ જયસ્વાલ તેમજ નિલય ભુપેન્દ્રભાઈ શાહની ધરપકડ કરી હતી.
તેઓને ઓફિસમાં સર્ચ કરતાં આ RKDF યુનિવર્સિટી ભોપાલ, મહારાષ્ટ્ર એજ્યુકેશન બોર્ડ,મહાત્મા ગાંધી કાશી વિદ્યાપીઠ,વારાણસી, OPGS યુનિવર્સિટી રાજસ્થાન,સત્યસાઈ યુનિવર્સિટી તેમજ અલગ અલગ યુનિવર્સિટીના લગભગ ૭૨ જેટલા સર્ટિફિકેટ મળી આવ્યા હતા.જ્યારે આ સર્ટિફિકેટ તેઓએ કોની પાસેથી બનાવ્યા તેની તપાસ ક્રાઇમ બ્રાંચની ટીમે હાથ ધરી છે.જ્યારે વિદેશ મોકલવાના નામે ડુપ્લીકેટ સર્ટીફીકેટ બનાવતી કેપલોન ઇન્સ્ટિટયૂટ ના અન્ય કેટલાક મોટા કૌભાંડો પણ આવનાર સમયમાં બહાર આવશે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/30UU9kr
via Latest Gujarati News
0 Comments