આ શું..બેટિંગ કરતા-કરતા ધોનીએ સેટ કરી બાંગ્લાદેશની ફિલ્ડિંગ

નવી દિલ્હી, તા 29 મે 2019, બુધવાર

ઈંગ્લેન્ડ અને વેલ્સમાં આવતીકાલથી શરુ થઈ રહેલા વર્લ્ડકપ પહેલા ટીમ ઈન્ડિયાએ પ્રેક્ટિકસ મેચમાં બાંગ્લાદેશને 95 રને હરાવ્યુ હતુ.

આ મેચમાં સૌથી વધારે આકર્ષણનુ કેન્દ્ર પૂર્વ કેપ્ટન અને વિકેટ કીપર ધોનીની સદી રહી હતી. ધોનીએ 78 બોલમાં 113 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી.જોકે ધોની જ્યારે બેટિંગ કરી રહ્યો હતો ત્યારે એક આશ્ચર્યજનક દ્રશ્ય જોવા મળ્યુ હતુ.

સામાન્ય રીતે વિરોધી ટીમના કેપ્ટન સામેની ટીમનો બેટ્સમેન બેટિંગ કરતો હોય ત્યારે પોતાની ફિલ્ડિંગ સેટ કરતા હોય છે ત્યારે ધોનીએ બેટિગં દરમિયાન બાંગ્લાદેશની ફિલ્ડિંગ સેટ કરી હોય તેવો વિડિયો વાયરલ થઈ રહ્યો છે.

વાત એમ બની હતી કે, 40મી ઓવર દરમિયાન બાંગ્લાદેશી સ્પિનર સાબિર રહેમાન બોલિંગ નાંખવાની તૈયારી કરી રહ્યો હતો ત્યારે ધોનીએ અચાનક જ તને અટકાવી દીધો હતો અને બાદમાં લેગ સાઈડમાં ઉભેલા બાંગ્લાદેશી ફિલ્ડરને હજી ડીપમાં ઉભા રહેવા માટે ઈશારો કર્યો હતો. કારણકે ક્રિકેટના નિયમ પ્રમાણેની પોઝિશન પર બાંગ્લાદેશી ફિલ્ડર નહોતો ઉભો.

નોન સ્ટ્રાઈક પર ઉભેલા કે એલ રાહુલે પણ બાંગ્લાદેશી ફિલ્ડરને યોગ્ય જગ્યાએ ઉભા રહેવા માટે હાથનો ઈશારો કર્યો હતો.

આ મેચમાં ધોની અને રાહુલની શાનદાર બેટિંગના સહારે ભારતે 359 રનનો ટાર્ગેટ બાંગ્લાદેશને આપ્યો હતો.



from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2K9FXOo
via Latest Gujarati News

Post a Comment

0 Comments