નવી દિલ્હી, 29 મે 2019, બુધવાર
જે લોકો યૂનિવર્સિટીમાં ઉચ્ચ શિક્ષા મેળવે છે તેમને હાર્ટ એટેક આવવાનું જોખમ ઘટી જાય છે. વૈજ્ઞાનિકોના જણાવ્યાનુસાર શિક્ષા પ્રાપ્ત કરવામાં 3 વર્ષથી વધારે સમય એક વ્યક્તિ પસાર કરે છે. આ સમય દરમિયાન તેનું બીએમઆઈ એક સ્તર સુધી ઘટી જાય છે. શોધ અનુસાર યૂનિવર્સિટીમાંથી ડિગ્રી પ્રાપ્ત કરનારનું બીપી પણ નિયંત્રણમાં હોય છે. વજન વધવાથી હાઈ બીપી અને ડાયાબિટીસનું જોખમ વધે છે. બંનેના કારણે હાર્ટ એટેકનું જોખમ વધે છે.
વૈજ્ઞાનિક અનુસાર જે લોકો શિક્ષા ગ્રહણ કરવામાં સમય પસાર કરે છે તેમને હૃદય સંબંધી બીમારી થવાનું જોખમ ઘટી જાય છે. વૈજ્ઞાનિકો એ જાણવા માંગતા હતા કે અભ્યાસ સાથે બીમારી ન થવાનો શું સંબંધ હોય શકે છે. આ શોધ દરમિયાન તેમણે જાણ્યું કે જે લોકો ઉચ્ચ શિક્ષામાં હોય છે તેમની અડધાથી વધારે સુરક્ષા યોગ્ય વજન, વ્યસનની આદત અને બીપી પર આધારિત હોય છે. વૈજ્ઞાનિકો અનુસારો ઓછું ભણેલા લોકો સમયસર ડોક્ટર પાસે સારવાર માટે પણ જતા નથી.
શોધકર્તાઓએ 2 લાખથી વધારે લોકોના આંકડાઓની સમીક્ષા કરી અને શિક્ષા ગ્રહણ કરવાની અવધિની અને અન્ય કારકોની તુલના કરી. આ કારકોમાં બીએમઆઈ, બીપી, ધૂમ્રપાનની આદત અને હૃદય રોગનો સમાવેશ કરવામાં આવ્યો. શોધકર્તાઓની ટીમએ 10 લાખ લોકોના જેનેટિક ડેટાની તપાસ પણ કરી. શોધના પરીણામોમાં વૈજ્ઞાનિકોએ જાણ્યું કે ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત કરતા લોકોમાં 40 ટકા સુધી હૃદયઘાતનું જોખમ ઘટી જાય છે. આ ઉપરાંત તેમનામાં બીએમઆઈ 18 ટકા, બીપી 27 ટકા અને ધૂમ્રપાન ન કરવું તે 34 ટકા સુધી હાર્ટ એટેકનું જોખમ ઘટાડે છે.
from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2K8o4j3
via Latest Gujarati News
0 Comments