નવી દિલ્હી, 29 મે 2019, બુધવાર
ગર્ભાવસ્થા દરમિયાન અનેક પ્રકારના શારીરિક અને ભાવનાત્મક ફેરફાર મહિલાઓને સહન કરવા પડે છે. આ ફેરફારના કારણે નકારાત્મક ભાવના જન્મે છે અને તેના કારણે બાળકના જન્મ પછી તેઓ માનસિક તાણનો ભોગ બને છે. શોધકર્તાઓ અનુસાર ગર્ભવતી મહિલાઓમાંના વિચારો પરથી અંદાજ લગાવી શકાય કે તેને બાળક માટે કેટલી લાગણી છે અને જન્મ પછી તેની ભાવનાત્મક સ્થિતિ કેવી રહેશે.
મનોવૈજ્ઞાનિકના જણાવ્યાનુસાર ગર્ભાવસ્થા અને બાળકના જન્મ બાદ પણ મહિલાઓ પોતાના શરીર માટે સતત દબાણમાં રહે છે. એટલા માટે જરૂરી છે કે ગર્ભાવસ્થા દરમિયાન જરૂરી છે કે માત્ર મા અને ગર્ભસ્થ બાળક માટે જ નહીં પરંતુ મહિલાના ભાવનાત્મક સ્વાસ્થ્ય વિશે પણ ધ્યાન આપવું જોઈએ. જેથી મહિલા માતા બને ત્યારબાદ તેના વ્યવહારમાં પણ ઘણા ફેરફાર થાય છે તેની જાણકારી પરીવારને રહે.
શોધકર્તાઓએ આ અધ્યયનમાં લગભગ 600 ગર્ભવતી મહિલાઓનો સમાવેશ કર્યો હતો. ગર્ભાવસ્થા દરમિયાન તેમના શારીરિક આકાર, વજન વધવાની ચિંતા અને ગર્ભાવસ્થા દરમિયાન થતી શારીરિક સમસ્યાઓ વિશે પુછવામાં આવ્યું. શોધ બાદ જાણવા મળ્યું કે ગર્ભાવસ્થા દરમિયાન તેઓ પોતાના શારીરિક ફેરફાર પ્રત્યે સકારાત્મક વિચારતી મહિલાઓના તેના સાથી સાથે સારા સંબંધ હોય છે.
from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2W8B4wh
via Latest Gujarati News
0 Comments