નવી દિલ્હી, 29 મે 2019, બુધવાર
ડેટા સ્પીડ ચેક કરતી યૂએસની કંપની ઉકલાએ એપ્રિલ 2019ની સ્પીડટેસ્ટ ગ્લોબલ ઈંડેક્સ રીપોર્ટ જાહેર કરી છે. આ રીપોર્ટ અનુસાર ભારત બ્રોડબેંડ સ્પીડમાં ગ્લોબલી 68માં સ્થાને છે પરંતુ મોબાઈલ ડેટા સ્પીડમાં તેની રેંકિંગ ઘટી 121 થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં બ્રોડબેંડની સરેરાશ ડાઉનલોડ સ્પીડ 29.25 એમબીપીએસ છે. મોબાઈલમાં ઈંટરનેટ સ્પીડ સરેરાશ ઘટી 10.71 એમબીપીએસ પર આવી છે. 2018ની શરૂઆતમાં ભારતમાં બ્રોડબેંડ સ્પીડમાં 67માં અને મોબાઈલ ઈંટરનેટ સ્પીડમાં 109ના સ્થાને હતું.
એપ્રિલ 2019ની રીપોર્ટ અનુસાર ઈંટરનેટ સ્પીડ મામલે 65.41 એમબીપીએસની એવરેજ સ્પીડ સાથે નોર્વે પહેલા સ્થાને છે જ્યારે ફિક્સ્ડ બ્રોડબેન્ડ મામલે 197.50 એમબીપીએસની એવરેજ સ્પીડ સાથે સિંગાપુર પહેલા સ્થાને છે.
ઓકલાના કો ફાઉડંર અને જનરલ મેનેજર ડોગ સટલ્સના જણાવ્યાનુસાર, ભારતની ભૌગોલિક સ્થિતિ અને આબાદી ઈંટરનેટ સ્પીડ માટે મોટો પડકાર છે. એક સમયે એક જ નેટવર્કનો ઉપયોગ અનેક લોકો કરે છે તેના કારણે સ્પીડ ધીમી થઈ જાય છે. નેટવર્ક પર તેની ક્ષમતા કરતાં વધારે લોકો હોવાથી વોઈસ કોલ અને ડેટા સ્પીડમાં સમસ્યા આવે છે. ભારતમાં 4જી ઉપલબ્ધતા વધવાથી 4જી હેંડસેટવાળા ઉપભોક્તાઓની સંખ્યામાં વધારો થયો છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VXKUfe
via Latest Gujarati News
0 Comments