મોદી સરકારના આ મંત્રી પર RSS ખફા, વોલમાર્ટને મદદ કરવાનો લગાવ્યો આરોપ

નવી દિલ્હી, તા.29 મે 2019, બુધવાર

મોદી સરકારના શપથ ગ્રહણ સમારોહ પહેલા અગાઉની સરકારમાં મંત્રી રહેનાર હરસિમરત કૌર બાદલ પર આરએસએસના જ સંગઠન સ્વદેશી જાગરણ મંચે ગંભીર આરોપ લગાવ્યો છે.

સ્વદેશી જાગરણ  મંચનુ કહેવુ છે કે, ફૂડ પ્રોસેસિંગ સેક્ટરમાં અમેરિકન રીટેલ જાયન્ટ વોલમાર્ટ કંપનીને ફાયદો પહોંચાડવા માટે ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટનો રસ્તો આસાન કરવામાં હરસિમરત કૌરે મદદ કરી છે. ચૂંટણી જીત્યા બાદ હરસિમરત કૌરને પીએમ મોદીએ નહી પણ વોલમાર્ટના સીઈઓએ અભિનંદન આપ્યા છે. સ્પષ્ટ છે કે, વોલમાર્ટ સાથે તેમના ખાસ સબંધ છે અને તેની તપાસ થવી જોઈએ.

જાગરણ મંચે કહ્યુ હતું કે, પંજાબમાં બાદલ સરકારે સૌથી પહેલા વોલમાર્ટ સ્ટોર ખોલવા માટે મંજૂરી આપી હતી. જ્યારે હરસિમતર મોદી સરકારમાં મંત્રી બન્યા ત્યારે અમારા વિરોધ પછી પણ વોલમાર્ટ ભારતમાં રોકાણ કરી શકે તે માટેના નિયમો હળવા કરાવવામાં તેમણે મહત્વનો ભાગ ભજવ્યો હતો. 2014માં મોદી સરકાર બની ત્યારે કહેવાયુ હતુ કે, મલ્ટી બ્રાન્ટ રીટેલ સેક્ટરમાં એફડીઆઈને મંજૂરી નહી અપાય પણ હવે એવુ લાગી રહયુ છે કે બહુ જલ્દી એફડીઆઈને મંજૂરી અપાશે. જો આવુ થયુ તો ભારતમાં નાના વેપારીઓ પર તેની ગંભીર અસર પડશે.

વોલમાર્ટ ભારતમાં પ્રવેશ કરવા માટે તૈયારી કરી રહી છે ત્યારે આરએસએસને આ વાત પસંદ આવી રહી નથી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2KavqCr
via Latest Gujarati News

Post a Comment

0 Comments