નવી દિલ્હી, 29 મે 2019, બુધવાર
ગરમીના દિવસો દરમિયાન સૌથી વધારે કેરી અને સકરટેટી વેંચાતી હોય છે. કેરી જેટલી જ સ્વાદિષ્ટ હોય છે સકરટેટી, લોકો ઉનાળામાં તેનું સેવન ભરપેટ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે તાજેતરમાં જાપાનમાં બે સકરટેટી 30 લાખથી વધારેની કીમતમાં વેંચાણી છે. જાપાનમાં આ લાખેણી સકરટેટીની નીલામી યોજાઈ હતી જેમાં તેને 30 લાખથી વધારે રકમ આપી ખરીદવામાં પણ આવી છે.
જાપાનમાં એક પ્રદર્શની દરમિયાન એક હજાર સકરટેટીમાંથી માત્ર 2ની પસંદગી થઈ અને તેની ખાસિયતના આધારે તેના માટે લાખોની બોલી પણ લાગી. આ બે સકરટેટી 50 લાખ યેન એટલે 32 લાખમાં વેચાણી છે. આ સકરટેટીને તેની મીઠાસ અને તેના નારંગી રંગના ગરના કારણે પસંદ કરવામાં આવી હતી. આ સકરટેટી સાથે અન્યને પણ નીલામી માટે રાખવામાં આવી હતી. પરંતુ આ બે માટે જ લાખોની બોલી લગાવવામાં આવી હતી.
આ નીલામી જાપાનના સાપોરોના માર્કેટમાં યોજાઈ હતી. આ વર્ષની ખેતીની નવી સીઝન બાદ આ પહેલી નીલામી હતી. જાપાનમાં દરેક નવી સીઝનના નવા પાક આવે ત્યારે લોકો આ રીતે હર્ષોલ્લોસ સાથે નીલામી કરી તેની ખરીદી કરે છે. અહીં જો સીઝનમાં સકરટેટીની ખેતી સારી થાય તો તેને મોટી ઉપલબ્ધી ગણવામાં આવે છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2wsiBLI
via Latest Gujarati News
0 Comments