આ કારણસર ભડક્યા મમતા, શપથગ્રહણ સમારોહમાં સામેલ થવાનો ઈનકાર

નવી દિલ્હી, તા. 29. મે. 2019 બુધવાર

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ પહેલા શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહેવા માટે હા પાડી હતી પણ હવે તેમણે આ કાર્યક્રમમાં હાજર રહેવાનો ઈનકાર કરી દીધો છે.તેમની સાથે સાથે કેરાલાના મુખ્યમંત્રી વિજયન પણ સમારોહમાં નહી આવે.

જોકે મમતા બેનરજી એટલા માટે ભડક્યા છે કે, ભાજપે પશ્ચિમ બંગાળમાં જેમની હત્યા થઈ હતી તેવા 54 ભાજપના કાર્યકરોના પરિવારજનોને શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહેવા માટે નિમંત્રણ આપ્યુ છે.

જેનો મમતા બેનરજીએ વિરોધ કરતા પીએમ મોદીને એક જાહેર પત્રમાં લખ્યુ છે કે, ભાજપ મીડિયામાં દાવો કરી રહ્યુ છે કે, ભાજપના 54 કાર્યકરોની પશ્ચિમ બંગાળમાં રાજકીય કારણોસર હત્યા કરાઈ હતી.જે ખોટી વાત છે.તેમના મોત પાછળ વ્યક્તિગત અને પારિવારિક કારણઓ જવાબદાર છે.તેને રાજકારણ સાથે લેવાદેવા નથી.

વધુમાં તેમણે લખ્યુ છે કે, પીએમ મોદી મને માફ કરે, ઉપરોક્ત કારણસર હું સમારોહમાં સામેલ નહી થઈ શકુ, શપથ ગ્રહણ સમારોહ લોકતંત્રની ઉજવણી માટે છે, નહી કે તેનો રાજકીય ઉપયોગ કરવામાં આવે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2YXyTsl
via Latest Gujarati News

Post a Comment

0 Comments